નવી દિલ્લી: ધ લેન્સેન્ટ જર્નલે એક નવી સ્ટડીમાં કહ્યું કે, કોવિડ-19ના વેકિસના ડોઝની વચ્ચે અંતર ઓછુ હોવાથી આ ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ પ્રભાવી હશે. ડોઝની વચ્ચે લાંબો ગેપ ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ એન્ટીબોડીને ઓછી કરે છે. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટને જવાબદાર માનવામાં આવે છે.
ધ લેન્સેન્ટ જર્નલે એક નવી સ્ટીડીમાં કહ્યું કે, ફાઇઝર વેક્સિન કોવિડના ડેલ્ટા વેરિયયન્ટની વિરૂદ્ધ ખૂબ જ ઓછી અસરકારક છે. ભારતમાં બીજી લહેર માટે આવા વેરિયન્ટને જબાદાર માનવામાં આવે છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું કે વેરિયન્ટ પ્રતિ એન્ટીબોડી રિસ્પોન્સ તે લોકો માટે વધુ ઓછી હોય છે. જેને માત્ર એક ડોઝ મળે છે અને ડોઝની વચ્ચે લાંબુ અંતર ડેલ્ટા વેરિયન્ટની સામે એન્ટીબોડીને ખૂબ જ ઓછી કરી શકે છે.
ફાઇઝરની સિંગલ ડોઝ બાદ 79 પ્રતિશત લોકોમાં ઓરિઝનલ સ્ટ્રેનની વિરૂદ્ધ એન્ટીબોડી રિસ્પોન્સ હતો પરંતુ આ B.1.1.7 અલ્ફા વેરિયન્ટ માટે 50 ટકા હતો. ડેલ્ટા માટે 32 ટકા અને B.1.351 અથવા બીટા વેરિયન્ટ માટે 25 ટકા થઇ ગયો. બીટા વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.
વેક્સિનનો બીજો ડોઝ ઝડપી આપવાની સલાહ
સંશોધકોએ જણાવ્યું કે, એ સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, વધુમાં વધુ લોકોને હોસ્પિટલની બહાર રાખવા માટે રસીનું પર્યાપ્ત સુરક્ષાકવચ મળે. યૂસીએલએચ ઇન્ફેક્શિયસ ડિસીઝ કંસલ્ટેન્ટ અને સિનિયર ક્લિનિકલ રિસર્ચ ફેલો એમ્મા વોલ મુજબ "આપણા પરિણામ બતાવે છે કે, આપણે લોકોને સંપૂર્ણ વાયરસથી સુરક્ષા આપવા માટે બીજી ડોઝ ઝડપથી આપવી જોઇએ.
દેશમાં બંને ડોઝ વચ્ચેની અંતર 12થી 16 સપ્તાહ
જો કે સરકારે આ ભલામણ વિરૂદ્ધ હાલ કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે 12થી 16પ્તાહનું અંતર નક્કી કર્યું છે. આ નિર્ણય લેતાં સરકારે એ સ્ટડીનો હવાલો આપ્યો હતો કે, રસીની અસરકારકતા સમય સાથે વધી હોવાથી બંને ડોઝ વચ્ચેનું અંતર જરૂરી છે. જો કે આ મુદ્દે વિરોધ પક્ષે સરકાર સામે નિશાન સાધતાં આ નિર્ણય માટે માત્ર રસીની કમી અને સીમિત આપૂર્તિનું કારણ બતાવ્યું હતું.
બ્રિટનની બંને ડોઝ વચ્ચેના અંતરને ઓછું કરવાનો સપોર્ટ
ધ લેન્સેન્ટ જર્નલે સ્ટડી મુજબ ડોઝના અંતરને ઓછું કરવા માટે બંને યૂકે વર્તમાન પ્લાનને સપોર્ટ કરે છે. કારણ કે અહીં જોવા મળ્યું કે, ફાઇઝર અને બાયોટેકની વેક્સિનના માત્ર એક ડોઝ બાદ લોકોમાં ડેલ્ટા વેરિયન્ટ વિરૂદ્ધ આલ્ફા વેરિયન્ટની તુલનામાં એન્ટીબોડી લેવલ વિકસિત થવાની શક્યતા ઓછી હતી. પહેલા મુખ્ય આલ્ફા વેરિયન્ટ પહેલી વખત યૂકેમાં જોવા મળ્યો હતો. લેન્સટે કહ્યું કે, વેક્સિન વધતી ઉંમર સાથે ઓછી એન્ટીબોડી વિકસિત કરે છે અને સમય સાથે તેમાં ઘટાડો આવે છે.
યૂકેમાં ફ્રાંસિસ ક્રિક ઇન્સ્ટીટ્યૂટના શોધકર્તાના નેતૃત્વમાં ટીમે 250 સ્વસ્થ લોકોના બ્લડમાં એન્ટીબોડીનું વિશ્લેષણ કર્યું હતું. જેમાંફાઇઝર વેક્સિનનો પહેલો ડોઝ લીધાના ત્રણ મહિના બાદ બીજો ડોઝ લીધો. શોધકર્તાઓએ સ્ટડીમાં કોશિકાઓમાં વાયરસના પ્રવેશને રોકવા માટે એન્ટીબોડીની ક્ષમતાનો ટેસ્ટ કર્યો. પાંચ અલગ અલગ વેરિયન્ટ પર તેની સ્ટડી કરવામાં આવી.