નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોના (coronavirus)ના કેસને વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે એક વીડોય બહાર પાડીને કહ્યું કે, લોકોએ કોરોના વાયરસની સામે લડવા માટે રસીના (Coronav Vaccine) બે ડોઝ લેવા જરૂરી છે જેથી તે ખુદ અને પોતાના પ્રિયજનોને સુરક્ષિત રાખી શકે. નવી દિલહી એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કોરોના રસીના બે ડોઝ કેમ લેવા જોઈએ તેના વિશે વાત કહી છે. પીઆઈબી ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો ક્લિપ શેર કરવામાં આવી છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ ત્રાલયના સત્તાવાર કોરોના સંબંધિત ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, એક વ્યક્તિને 28 દિવસના ગાળા બાદ રસીના બે ડોઝ લેવા જરૂરી છે. સામાન્ય રીતે બીજો ડોઝ લીધા બાદ બે સપ્તાહ બાદ એન્ટીબોડી પ્રોટેક્શન લેવલ વિકસિત થાય છે.


સીડીસીની ગાઈડલાઈન્સમાં બે ડોઝ લેવાની સલાહ


સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(CDC)ની ગાઈડલાઈન્સમાં પણ ચોક્કસ સમયના અંતરે જરૂરી રીતે રસીનો બીજો ડોઝ લેવાની વાત કહેવામાં આવી છે. સીડીસીના દિશાનિર્દેશો અનુસાર, જો બીજો ડોઝ ચોક્સ સમયના અંતરે લેવામાં ન આવે તો આ પહેલા ડોઝ પછી છ સપ્તાહ (42 દિવસ) સુધીમાં બીજો ડોઝ લઈ શકાય છે. જોકે હજુ સુધી તેની જાણકારી નથી કે બીજો ડોઝ વિલંબથી લેવાથી કોરોના વાયરસ માટે ઇમ્યૂન સિસ્ટમ રિસ્પોન્સ પર શું અસર પડે છે.




ભારતમાં મેરિકા બાદ સૌથી વધારે કેસ


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં શુક્રવારે કોરોના વાયરસના 217353 નવા કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધી સંક્રમિત થયેલ લોકોની કુલ સંખ્યા વધીને 14291917 થઈ ગઈ છે. તેની સાથે જ 1185 લોકોના મોત થવાથી કુલ મૃતક લોકોની સંખ્યા વધીને 174308 થઈ ગઈ છે. ભારતના કોરોના વાયરસના કેસના મામલે અમેરિકા બાદ બીજા નંબર પર છે.


એક દિવસમાં 2842 કેસ, કુલ 12,751 એક્ટિવ કેસ, ગુજરાતના આ શહેરની છે ભયાવહ સ્થિતિ