સોશિયલ મીડિયા પર હાલ કોરોનાના રસી માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે #covid19 નામની એપની માહિતી વાયરલ થઇ રહી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, #covid19ની એપ પર રજિસ્ટ્રેશન કરાવવાથી આપ વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો. જો કે વાયરલ એપ મુદ્દે ચકાસણી કરતા જાણવા મળ્યું છે કે, #covid19ના નામે વાયરલ આ એપ ફેક છે, કોરોના વેક્સિનેશન માટે #covid19 નામની કોઇ એપ છે નથી. રજિસ્ટ્રેશન Aarogya Setu અથવા Cowin.gov.in વેબસાઇટ પર કરી શકો છો.
આરોગ્ય મંત્રાલયે એવી માહિતી શેર કરી છે કે રસી નોંધણી માટે કોઈ આ પ્રકારની એપ નથી. , પ્લે સ્ટોર પર કોવિન નામની જે એપ્લિકેશન છે. તે ઓફિશિયલ ઉપયોગ માટે છે. આરોગ્ય મંત્રાલયે પોતાના ટ્વિટમાં માહિતી આપી છે કે, 'કોવિડ -19ના રસીકરણ માટે નોંધણી CoWIN પોર્ટલ cowin.gov.in એપ પરથી કરી શકાય છે. નોંધણી માટે કોઈ કોવિન એપ્લિકેશન નથી. પ્લે સ્ટોર પર એપ્લિકેશન એડમિનિસ્ટ્રેટર માટે જ છે.