Coronavirus Alert: દુનિયાભરમાં ફરી એકવાર કોરોના વાયરસે કેસ વર્તાવવાનો શરૂ કરી દીધો છે, આ બધાની વચ્ચે હવે ભારતમાં પણ કોરોના આવે તેવી પ્રબળ સંભાવના વધી ગઇ છે. જોકે, આ પહેલા જ સરકારે મોટા પાયે સતર્ક રહેવા માટે પ્લાનિંગ કરી દીધુ છે. ચીન અને અમેરિકા જેવા મોટા દેશોમાં સતત અને ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતમાં પણ કેન્દ્ર સરકારે એડવાઝરી જાહેર કરી દીધી છે, અને લોકોને કોરોના પ્રૉટોકોલનુ પાલન કરવા અપીલ કરી છે. 


એકવાર ફરીથી કોરોનાને લઇને સરકાર એક્શનમાં આવી છે અને લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે, કૉવિડ એપ્રૉપ્રિએટ બિહેવિયરને અપનાવો, જાણો કોરોનાને લઇને સરકારે શું શું સાવધાનીએ રાખી છે, જાણો નવી એડવાઇઝરી.. 


શું છે કૉવિજ એપ્રિપ્રિએટ બિહેવિયર ?


- જો તમે કોઇને મળો છો, તો વિના ફિઝીકલ ટચ એટલે કે વિના હાથ મિલાવીને કે ગળા મળીને તેને ગ્રીટ કરો. આ માટે તમે હાથ જોડીને નમસ્કાર કરી શકો છો.
- કોરોનાથી નિપટવા માટે સોશ્યલ ડિસ્ટેન્સિંગને જરૂરી ગણાવવામા આવ્યુ છે, આ માટે બે ગજની દુરી બનાવવામાં આવી કહેવામાં આવી છે, જેનાથી કોરોના ફેલાવવાથી રોકી શકીય.
- સરકાર તરફથી લોકોને સલાહ આપવામાં આવી છે કે, હાથથી બનેલા રિયૂઝેબલ ફેસ માસ્કનો ઉપયોગ કરો, ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યાઓ પર માસ્ક જરૂર પહેરો.
- જો તમે બહાર છો, તો તમારા હાથથી આંખો, નાક અને મોંને અડવાથી બચો, આ માટે તમે પહેલા હેન્ડ સેનિટાઇઝરનો યૂઝ કરી શકો છો, હાથને સતત ધોતા રહો.
- સરકાર તરફથી કોરોનાથી બચવા માટે ખુલ્લામાં થૂંકવાથી બચવાની સલાહ આપવામાં આવી છે, આનાથી કોરોના ફેલાવવાનો ખતરો વધુ રહે છે.
- કોરોનાથી બચવા માટે બહુજ જરૂર હોવા પર જ ટ્રાવેલ કરવાની સલાહ આપવામાં આવી છે, સાથે જ કહેવામાં આવ્યુ છે કે, ભીડભાડ વાળી જગ્યામાં ના જાઓ. ભીડથી અલગ રહો.
- સોશ્યલ મીડિયા પર એવી કોઇપણ નેગેટિવ પૉસ્ટ નાં નાંખો, જેનાથી લોકોમાં ડર ફેલાય, કોરોનાને લઇને કોઇપણ જાણકારી લેવી હોય તો તેના માટે ક્રેડિબલ સોર્સનો ઉપયોગ કરો.


ઉલ્લેખનીય છે કે આ તમામ વસ્તુઓ એપ્રૉપ્રિએટ બિહેવિયર અંતર્ગત આવે છે, જે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને જાહેર કરવામાં આવી હતી, જેનુ પાલન કરવા માટે એડવાઝરી જાહેર કરવામાં આવી હતી. જોકે, તમામ એક્સપર્ટ્સ અને સરકારનું કહેવુ છે કે, કોરોનાને લઇને ભારતમાં હાલ પેનિકની જરૂર નથી.