નવી દિલ્હી: ગોવાને રવિવારે કોરોના વાયરસ મુક્ત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સાતમાં અને અંતિમ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જો કે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંતો અને વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, કોરોનાની યોગ્ય સ્થિતિનું આકલન કરવા માટે યોગ્ય માત્રામાં ટેસ્ટ થવું ખૂબજ મહત્વપૂર્ણ છે.


ગોવામાં અત્યાર સુધી 826 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 780નો રિપોર્ટ આવ્યો છે. જેમાંથી 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સાત પૈકી 6 લોકો વિદેશથી પરત ફર્યા હતા. સોમવારે કેન્દ્રી સ્વાસ્થ્ય મંત્રાલયના આરોગ્ય સચિવ લવ અગ્રવાલે ગોવાને કોરોના ફ્રી હોવાની જાણકારી આપી હતી.

બીજી તરફ ગોવા કૉંગ્રેસના નેતા ગિરીશ ચોડાનકરે કહ્યું કે 0.04 ટકાની આબાદીની તપાસ કરવામાં આવી છે. એવામાં ગોવાને કોરોના મુક્ત કહેવું ઉતાવળ હશે. તેમણે કહ્યું કે, સરકારી આંકડા અનુસાર 22 માર્ચથી 19 એપ્રિલ વચ્ચે માત્ર 0.04 ટકા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે ગોવાની વસ્તી 16 લાખ છે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, 2158 લોકો ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે જ્યારે માત્ર 780 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. બાકી અન્ય લોકોનો ટેસ્ટ કરવામાં કેમ નથી આવ્યા.



દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે એવામાં ગોવાને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે અને રાજ્ય સરકારના દાવા પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. ગોવા એવો પ્રદેશ છે જ્યાં લાખો પ્રયટકો દેશ વિદેશની આવતા રહે છે અને લોકડાઉન પહેલા મોટી સંખ્યામાં વિદેશીઓ અહીં આવ્યા હશે.

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો રહ્યો છે, સંક્રમતિ દર્દીઓની સંખ્યા 18 હજારને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 590 લોકોનાં મોત થયા છે. 14 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.