નવી દિલ્હી: ભારતમાં 70 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ભારતમાં હવે કુલ 70,53,806 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી 1,08,334 દર્દીઓના સંક્રમણના કારણે મોત થયા છે. જ્યારે 60,77,976 દર્દી કોરોના સામે લડી સ્વસ્થ થયા છે. ભારતમાં હવે 8,67,496 એક્ટિવ દર્દી છે જેની સારવાર ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં 74,382 નવા કેસ સામે આવ્યા, 918 લોકોના મોત થયા જ્યારે 89154 દર્દી સ્વસ્થ થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 74,383 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જેમાં 80 ટકા માત્ર 10 રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોમાંથી છે. આ રાજ્યો છે, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, ઓરિસ્સા અને ચંદિગઢ. કેરળમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ મહારાષ્ટ્રનો નંબર આવે છે.

કેરળમાં 11,755 કેસ સામે આવ્યા છે, જ્યારે મહારાષ્ટ્રમાં 11,416 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં 10,517, આંધ્રપ્રદેશમાં 5,653, તમિલનાડુમાં 5,242, પશ્ચિમ બંગાળમાં 3,591, ઉત્તરપ્રદેશમાં 3,046, દિલ્હીમાં 2,866,ઓરિસ્સામાં 2,854 અને ચંદિગઢમાં 2,688 કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 918 દર્દીના કોરોનાથી મોત થયા છે. જેમાં 84 ટકા 10 રાજ્યો અને કેંદ્રશાસિત પ્રદેશોમાંથી છે. સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 3089 મોત થયા છે.