સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન
પત્રમાં યૂપીના તમામ જિલ્લાના પોલીસ અધિકારીઓને કહેવાયું છે કે, કુરબાની દરમિયાન ગૌવંશની હત્યાને લઈ પહેલા પણ અનેક વખત સાંપ્રદાયિક તણાવ ઉભો થય છે. તેથી સાંપ્રદાયિક તણાવ ન ઉદભવે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા જાગૃત કરે. સોશિયલ મીડિયા પર પણ નજર રાખે. ખોટી અફવા ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ નાનામાં નાની ઘટનાને પણ ગંભીરતાથી લે.
ડ્રોન રાખશે નજર
ગાઇડલાઇનમાં ડ્રોનના ઉપયોગનું પણ કહેવામાં આવ્યું છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ રાકવા ડ્રોનનો ઉપયોગ કરાશે. ગોવધ અને ગોવંશના ગેરકાયદે પરિવહન પર પૂર્ણ રીતે નિયંત્રણ માટે જરૂરી પગલા લેવામાં આવે. ખુલ્લા સ્થળો પર કુરબાની ન આપવામાં આવે અને બિન મુસ્લિમ વિસ્તારોમાંથી ખુલ્લામાં માંસ લઈ જવા પ્રતિબંધ લગાવવામાં આવે.
ધર્મગુરુઓ દ્વારા સામુહિક નમાજ પઢવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવે તેમ પણ ગાઇડલાઇનમાં જણાવાયું છે.
અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પહેલા મોદી શું કરશે ? કેટલા લોકો રહેશે હાજર, જાણો વિગતે
Corona Vaccine: દુનિયા અને ભારતમાં કેટલા કરોડ ડોઝ બનીને છે તૈયાર, ફાઇનલ ટ્રાયલની સાથે ગ્રીન સિગ્નલની છે રાહ