ભારતમાં સૌથી વધુ કોવિડ-19ના કેસ પાંચ રાજ્યમાંથી છે. આ પાંચ રાજ્યોમાં 72 ટકા કેસ છે. જેમાં મહારાષ્ટ્ર ( 44582 કેસ) , તમિલાનાડુ (14753) , દિલ્હી (12319), ગુજરાત (13273) અને મધ્યપ્રદેશ (6170) નો સમાવેશ થાય છે. જ્યારે 60 ટકા કેસ માત્ર પાંચ મોટા શહેરોમાં સામે આવ્યા છે. આ શહેરમાં મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ અને થાણે સામેલ છે.
સૌથી વધુ મોત ક્યાં થયા
દેશમાં 80 ટકા મોત આ પાંચ રાજ્યમાં થયા છે . જેમાં મહારાષ્ટ્ર (1517 મોત), ગુજરાત (802 મોત), મધ્યપ્રદેશ (272 મોત), પશ્ચિમ બંગાળ (265 મોત) અને દિલ્હી (208 મોત) છે. જ્યારે પાંચ એવા શહેરો છે જ્યાં કોરોના સંક્રમણથી 60 ટકા દર્દીઓના મોત થયા છે. આ શહેરમાં મુંબઈ, અમદાવાદ, પૂણે, દિલ્હી અને કોલકાતા સામેલ છે.
સરકારના જણાવ્યા અનુસાર સંક્રમિતોની સંખ્યા હજુ વધી શકતી હતી જો સમયસર લોકડાઉન ન લગાવ્યું હોત તો. સરકારનું એક અનુમાન છે કે, જો લોકડાઉન ન લાગુ કર્યું હોત તો દેશમાં 20 લાખ થઈ જતા અને 54 હજારથી વધુ લોકોના સંક્રમણથી મોત થઈ શકતી હતી. લોકડાઉનના કારણે દેશમાં સંક્રમણના વધુ કેસ સામે આવ્યા નથી.