આ સાથે જ કોર્ટે કહ્યું કે ઘરમાં રહેતા દર્દીઓ માટે સારવારની વ્યવસ્થા કરવામાં આવે અને હોસ્પિટલ સ્ટાફ દર્દીના સંપર્કમાં રહે. એમ્બ્યૂલન્સની વ્યવસ્થા કરવા સહિત દર્દીઓને સારૂ જમવાનું આપવાના દિશાનિર્દેશ હાઈકોર્ટે જાહેર કર્યા છે. આ મામલાની સુનાવણી અને સરકારને 10 ડિસેમ્બર સુધી જવાબ આપવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કોવિડ 19થી બચવા માટે સાર્વજનિક જગ્યાઓ પર માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગને લઈ દિશા નિર્દેશોના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે આ દિશા નિર્દેશો પર કડક અમલ કરવા માટે સૂચનો માંગ્યા છે.
હિમાચલ સરકારે 28 નવેમ્બરે એક આદેશ જાહેર કરી પ્રદેશમાં લગ્નમાં સામેલ થનારા લોકોની સંખ્યા 50 કરી દીધી છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કોવિડ 19ના કેસમાં વધારા માટે લગ્ન અને સામાજિક કાર્યક્રમોમાં જઈ રહેલા લોકોની લાપરવાહીને જવાબદાર ગણાવી છે.
તેમનું એમ પણ કહેવું છે કે મોસમ બદલવાથી વાયરસ ફેલાયો છે. કોવિડ-19 ના કેસમાં વધારો થતા તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે કાર્યક્રમો પર પ્રતિબંધ યોગ્ય રીતે લાગૂ થવો જોઈએ.