તેમજ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 31 માર્ચ સુધી શિષ્યવૃત્તિ મળશે. કોરોના દેશના તમામ રાજ્યોમાં જોખમી રીતે ફેલાઈ રહ્યો છે. કેંદ્ર સહિત તમામ રાજ્યની તમામ સરકારો પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
તમામ ડૉક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓને એક મહિનાની બેઝિક સેલેરી બરાબર પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે લોકડાઉનના સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સલાહનું પાલન કરો. તમારા સહયોગથી જ આ મહામારી સામે લડી શકાશે.