હાલ દેશમાં કોરોના વેક્સિનેશનની કામ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે. દેશમાં કોવિશીલ્ડ વેક્સિન અને કોવેકિસન અપાઇ રહી છે. જો કે કોવીશીલ્ડ વેક્સિન અંગે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.
સરકારે કોવિશીલ્ડની વેક્સિનના બંને ડોઝ વચ્ચની સમયની અવધિ વધારી દીધી છે. . કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 6 થી 8 સપ્તાહનું અંતર હોવું જોઈએ. આ નિર્ણય માત્ર કોવીશિલ્ડને લઇને જ કરવામાં આવ્યો છે. પહેલા કોવીશીલ્ડ વેક્સિનના પહેલા ડોઝના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાતો હતો. હવે પહેલા અને બીજા ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયાનું અંતર રાખવાના નિર્દશ કરવામાં આવ્યાં છે. કેન્દ્ર સરકાર દ્રારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ નિર્ણય માત્ર કોવિશીલ્ડ વેક્સિન માટે લાગૂ પડે છે. આ નિર્ણય કોવેકિનસ રસી માટે લાગૂ નહીં પડે.
રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન અને વેક્સિનેશનના નિષ્ણાતોની રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિષ્ણાતોના મત મુજબ જો કોવીશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ 6થી 8 અઠવાડિયાના અંતરમાં અપાશે તો તે વધુ પ્રભાવી સાબિત થશે. કેન્દ્રના આ નિર્ણય મુજબ હવે રાજ્યોમાં કોવીશિલ્ડ વેકિસનેશનનું કામ આગળ ધપાવાશે.
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો જરાત સહિત દેશમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. દેશમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ છેલ્લા ત્રણ જ દિવસમાં સવા લાખ જેટલા કેસ નોંધાયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 46 હજારથી વધુ નવા કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
દેશમાં 4 કરોડ 50 લાખ લોકોથી વધુ લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે, છતાં કોરોના વકરી રહ્યો છે. ખાસ વાત છે કે દેશના પાંચ રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસે ઉથલો માર્યો છે, જેમાં ગુજરાત પણ સામેલ છે. આ સિવાય મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક અને મધ્યપ્રદેશ પણ સામેલ છે.