દેહરાદુનઃ દેશમાં કોરોના વાયરસનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે. હવે તેની ઝપેટમાં ઉત્તરાખંડના હાલમાં જ બનેલા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત પણ આવી ગાય છે. રાવતે ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, ડોક્ટર્સના સર્વેલન્સ હેઠળ મેં ખુદને આઈસોલેટ કર્યા છે.

તીરથ સિંહ રાવતે ટ્વીટ કરીને લખ્યું કે, “મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્ય છે. હું ઠીક છું અને મને કોઈ તકલીફ નથી. ડોક્ટર્સના સર્વેલન્સ હેઠળ મેં ખુદને આઈસોલેટ કરી લીધો છે. તમારામાંથી જે લોકો પણ છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તો મહેરબાની કરીને સાવચેતી રાખે અને પોતાનો ટેસ્ટ કરાવી લે.”

જણાવે કે, કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા દેશમાં માર્ચ મહિના ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં દરરોજ કોરોનાના આ વર્ષના એક દિવસના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધવાનું 21 ફેબ્રુઆરી બાદ શરૂ થયું છે. આ પહેલા બધાને એવું હતું કે હવે દેશમાં ધીમે ધીમે કોરોના ખત્મ થઈ રહ્યો છે. પરંતુ હાલની સ્થિતિ દેશ માટે ફરી મુસીબત સાબિત થઈ શકે છે. જે આંકડા સામે આવ્યા છે તે ડરામણા છે.

આજના આંકડા

  • વિતેલા 24 કલાકમાં 46 હજાર 951 નવા કેસ સામે આવ્યા.
  • વિતેલા 24 કલાકમાં212 લોકોના મોત
  • વિતેલા 24 કલાકમાં  21 હજાર 180 લોકો ઠીક થયા.
  • કુલ એક્ટિવ કેસ ત્રણ લાખ 34 હજાર 646
  • કુલ કેસએક કરોડ 16 લાખ 46 હજાર 81
  • કુલ ડિસ્ચાર્જએક કરોડ 11 લાખ 51 હજાર 468
  • કુલ મૌત એક લાખ 59 હજાર 967