મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર સનસનીખેજ આરોપ લગાવનારા આઈપીએસ  પરમબીર સિંહ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનરે દેશમુખ પર પોતાના આરોપોની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આ ઉપરાંત પરમબીર સિંહે સુપ્રીમ કોર્ટમાં માગ કરી કે કોર્ટ મહારાષ્ટ્ર સરકારના એ આદેશને પણ રદ કરી નાખે કે જે અંતર્ગત મુંબઈ પોલીસના કમિશનરપદેથી તેમની બદલી કરી દેવાઈ હતી.


પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો રાખવાને લઈને ધરપકડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સીધા ગૃહ મંત્રી દેશમુખના સંપર્કમાં હતા. તેમણે કહ્યું હતું કે દેશમુખે ફેબ્રુઆરીમાં પોતાના ઘરે ક્રાઈમ ઈન્ટેલિજન્સ યૂનિટના એપીઆઈ વાઝે અને એસીપી સંજય પાટિલ સાથે મિટિંગ કરી હતી. તેમને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા માટે કહ્યું હતું.


મહાવિકાસ અઘાડીના નેતાઓ આ પ્રકારની કોઈ બેઠક ન થઈ હોવાનો દાવો કરી રહ્યા છે. પરમબીર સિંહે પોતાની અરજીમાં એ પણ માંગ કરી છે કે અનિલ દેશમુખના ઘરના સીસીટીવી ફુટેજ જપ્ત કરવામાં આવે. 



અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે અનિલ દેશમુખ ગૃહ મંત્રી પદ પર રહેત સતત અવૈધ ગતિવિધઓમાં સામેલ હતા. ગત વર્ષે ઓગસ્ટમાં એખ ફોન ઈન્ટરસેપ્ટના માધ્યમથી સ્ટેટ ઈન્ટેલિજન્સની કમિશનર રશ્મિ શુક્લાને ખબર પડી કે દેશમુખ ટ્રાન્સફર/પોસ્ટિંગમાં ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે. તેમણે ડીજીપી અને ગૃહ વિભાગના એડિશનલ સેક્રેટરીને આ જાણકારી આપી. બાદમાં તેમને તેના પદ પરથી દૂર કરી કેંદ્રીય પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા.


પરમબીસ સિંહે કહ્યું કે તેમણે અનિલ દેશમુખના જૂનિયર પોલીસ અધિકારીઓને સીધા મળવાનું અને તેમની પાસેથી પૈસા વસૂલવાની જાણકારી મુખ્યમંત્રી, ઉપ મુખ્યમંત્રી અને બીજા વરિષ્ઠ નેતાઓને આપી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક પોલીસ કમિશનરના પદ પરથી હટાવી ડીજી હોમગાર્ડના પદ પર મોકલવામાં આવ્યા હતા. તેમની બદલીનો એન્ટીલિયા વિસ્ફોટક મામલે કોઈ સીધો સંબંધ નથી. તેમની બદલી સાચુ બોલવાના કારણે કરવામાં આવી છે. આ બદલી પર રોક લાગવી જોઈએ. તેમને પોલીસ કમિશનરના પદ પર 2 વર્ષનો કાર્યકાળ પૂરો નથી કરવામાં દેવામાં આવ્યો. આવું કરવું 2013ના ટીએસઆર સુબ્રમણ્યમ કેસમાં આવેલા સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું ઉલ્લંધન છે.


આજે જ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેસની તપાસ રાજ્ય સરકારને ન સોંપવામાં આવે. ગૃહ મંત્રીના પદ પર રહેલા અનિલ દેશમુખ તપાસને પ્રભાવિત કરશે. આ કેસની યોગ્ય તપાસ માટે સીબીઆઈને તપાસ સોંપવી જોઈએ.