નવી દિલ્લી:જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ મુદ્દે કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
જવાહરલાલ નેહરૂ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થી સંઘના પૂર્ણ અધ્યક્ષ અને સીપીઆઇ નેતા કનૈયા કુમાર અને ગુજરાતના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી 28 સપ્ટેમ્બરે એટલે કે આજે કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે ત્રણ વાગ્યે તેને પાર્ટીની સદસ્યતા અપાવશે. ઉલ્લેખનિય છે કે, કન્હૈયાએ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી ત્યાર બાદ તેમની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો તેજ થઇ ગઇ હતી.
જિગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર પહેલા આઇટીઓ પાસે આવેલ શહીદ પાર્કમાં સ્થાપિત શહીદ ભગત સિંહની પ્રતિમાને ફુલમાળા અર્પણ કરશે. રાજકિય વિશ્લેષકોના મત મુજબ હાલ બિહાર પૂરતી જ તેમની ભૂમિકા સીમિત રહેશે બાદ પાર્ટી તેને રાષ્ટ્રીય સત્રે પણ મેદાનમાં ઉતારી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ પડદા પાછળ પ્રશાંત કિશોરે જ રાહુલ ગાંધીને સલાહ આપી હતી કે, જૂના નેતાઓનો પ્રભાવ હવે ઓછો થઇ રહ્યો છે તેથી પાર્ટીમાં નવા યુવા ચહેરાને સામેલ કરવાની જરૂર છે. પરિણામ સ્વરૂપ કન્હૈયા કુમાર અને જિગ્નેશ મેવાણીની કોંગ્રેસમાં એન્ટ્રી થઇ રહી છે. જો કે કન્હૈયા કુમાર છેલ્લા દોઢ વર્ષથી રાજકારણમાં સક્રિય છે.
બિહાર કોંગ્રેસના કેટલાક નેતા મૌન
હાલ કોંગ્રેસ નેતા આ મુદ્દે કંઇ પણ સ્પષ્ટ કહેવાથી દૂર ભાગે છે જો કે વરિષ્ઠ નેતાઓને કન્હૈયાની એન્ટ્રીથી તેમની વેલ્યૂ પાર્ટીમાં ઓછી થઇ જવાનો ડર ચોક્કસ સતાવી રહ્યો છે. આ પહેલા કન્હૈયાએ જેડીયુના નેતા અશોક ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી પરંતુ કોઇ પરિણામ ન આવ્યું. કેન્હૈયા કુમારે 2019માં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ સામે બેગુસરાયથી ચૂંટણી લડી હતી.