આ ઓપરેશનમાં દિલ્હીના આઠ જિલ્લાની ઓળખ કરવામા આવી છે જ્યા સ્ટ્રીટ ક્રાઈમ સૌથી વધુ છે. પોલીસ અધિકારીઓના મુજબ આ તમામ જિલ્લાઓમાં ચિન્હીત કરેલા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને ઈન્ટેલિજેંસ યૂનિટ વધારવામાં આવ્યું છે. તમામ પીસીઆર, ટ્રાફિક પોલીસ અને લોકલ પોલીસને અંદરો અંદર કોર્ડિનેટ કરી ક્રાઈમ રોકવા સૂચના આપવામાં આવી છે. ઓપરેશન રોકો ટોકોમાં જગ્યા-જગ્યા પર સસ્પેક્ટ વ્હીકને રોકીને ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેનાથી રોડ પર ફરતા સ્નેચર, લુટારા અને ગુનેગારોની ધરપકડ કરવામાં આવી શકે.
છેલ્લા એક સપ્તાહમાં 251 ગુનેગારોની થઈ ધરપકડ
વધતા ક્રાઈમને જોતા પોલીસ એલર્ટ પર છે. છેલ્લા એક સપ્તાહમાં પોલીસે 251 લુટારૂ, સ્નેચર,ચોર અને ઓટોલિફ્ટરની ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસે 55 મોબાઈલ ફોન, 15 ટૂ વ્હીલર, 1 ટેમ્પો અને 5 પિસ્તોલ કબજે કરી છે.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે લોકડાઉન અને કોવિડ-19ના કારણે હાલ પણ માર્કેટ પૂરી રીતે સામાન્ય નથી થયા અને વધતી બેરોજગારી પણ વધતા ક્રાઈમ ગ્રાફનું કારણ છે. સાથે જ લોકડાઉનમાં રસ્તાઓ ખાલી હતા. દિલ્હી પોલીસ છાવણીમાં હતું આજ કારણે ક્રાઈમનો ગ્રાફ ખત્મ થયો હતો પરંતુ હવે પરિસ્થિત સામાન્ય થતા ગુનેગારો ફરી રસ્તા પર છે.