Bastar Crime News: છત્તીસગઢમાંથી એક ક્રૂરતાભરી ઘટના સામે આવી છે. છત્તીસગઢમાં સાળાએ જીજાની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. ખરેખરમાં આ ઘટના છત્તીસગઢના બસ્તર જિલ્લાના કોડેનાર પોલીસ સ્ટેશન વિસ્તારના બડે બોડેનાર ગામમાં નોંધાઇ છે, આ ઘટનામાં એક સાળાએ પોતાના જ સગા બનેવીને કુહાડી મારીને હત્યા કરી છે. હત્યાનું કારણ એવુ છે કે, જીજાએ સાળા પાસેથી માત્ર 500 રૂપિયા ઉછીના હતા, તેમને સમયસર સાળાને આ રકમ પરત ન હતી કરી, જેના કારણે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો, અને છેવટે સાળાએ પોતાના જીજાના માથાના ભાગ પર કુહાડીનો ઘા કરીને તેમની હત્યા કરી નાખી હતી. 


ઘટના બાદ મૃતકની પત્નીએ જ કોડેનાર પોલીસ સ્ટેશનમાં આ હત્યાની ઘટના અંગે જાણકારી આપી હતી. જે પછી પોલીસે આરોપી સાળાની ધરપકડ કરી હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું હતું કે તેને ઉછીના લીધેલા 500 રૂપિયા પરત ન કરવા બદલ તેને પોતાના જીજાની હત્યા કરી નાંખી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ કલમ 302 હેઠળ કેસ નોંધીને તેને જેલના હવાલે કરી દીધો છે. આ હત્યા કેસની માહિતી આપતા કેશલુર વિસ્તારના એસડીઓપી ઐશ્વર્યા ચંદ્રકરે જણાવ્યું કે, શનિવારે કોડેનાર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા બડે બોડેનાર ગામના રહેવાસી કોસો માંડવીએ તેના જીજા હિદમે પોડિયામીના માથા પર કુહાડીના ઘા માર્યા અને તેમની હત્યા કરી નાખી હતી.


ઉધાર પૈસા પાછા ના આપવા બદલ હત્યા - 
ઘટના અંગે મૃતકની પત્નીએ જણાવ્યું કે, શનિવારે મોડી સાંજે તેના ભાઈ અને તેના પતિ વચ્ચે 500 રૂપિયાની ઉઘરાણી મામલે મોટો ઝઘડો થયો હતો. તેના પતિએ તેના ભાઇ પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હતા, અને તેને જલ્દી પરત કરવાનું કહ્યું હતું, પરંતુ જ્યારે ભાઇએ 500 રૂપિયા પાછા માંગ્યા તો તેના પતિએ કહ્યું કે તેની પાસે પૈસા નથી. આ પછી લાંબા સમય સુધી સાળા અને બનેવી વચ્ચે ઝઘડો ચાલતો રહ્યો, બાદમાં મારામારી થઇ અને અંતે સાળાએ કોસોએ પાસે પડેલી કુહાડી વડે તેના બનેવીના માથાના ભાગે ઘા મારી દાધા હતા, અને જીજાનું મૃત્યુ થયા બાદ સાળો નાસી છૂટ્યો હતો. 


ઉલ્લેખનીય છે કે, આરોપીએ આ આખી ઘટનાને અંજામ તેમના પરિવારની સામે જ આપ્યો હતો. મૃતકની પત્નીએ તેના ભાઈ વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધાવી હતી, ત્યારબાદ કોડેનાર પોલીસની ટીમે આરોપીને શોધીને તેની ધરપકડ કરી હતી. આરોપી કોસોએ પોલીસને જણાવ્યું કે, તેને 500 રૂપિયા ઉધારના પાછા માંગ્યા હતા, અને તે પરત ન હતો કરી રહ્યાં, આ કારણોસર તેને ગુસ્સામાં આવીને જીજાની હત્યા કરી નાંખી હતી. હાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લઈને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે.