Chhattisgarh News: છત્તીસગઢમાં સૂરજપુર (Surajpur) નગરમાંથી હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક આદિવાસી કિશોરીની સાથે 8 છોકરાઓએ સામૂહિક દૂષ્કર્મને અંજામ આપ્યો છે. આ ઘટના સામે આવતા જ લોકો ચોંકી ગયા છે અને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. અત્યારે પોલીસે કેસ નોંધીને આ દૂષ્કર્મની ઘટના મામલે મહગંવાના 5 છોકરાએની ધરપકડ કરી લીધી છે, જોકે બાકીના 3 છોકરાએ હજુ સુધી ફરાર છે. ખાસ વાત છે કે આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિત છોકરી ગર્ભવતી થઇ, આખા ગામમાં રોષ ફેલાયેલો છે.
મળવાના બહાને બોલાવીને પછી કર્યો બળાત્કાર -
ખરેખરમાં, ઓગસ્ટ, 2021માં મહગંવા નિવાસી મતલુક રજા તથા બે અન્ય છોકરાઓ કૉલેજમાં પુટ્ટીનુ કામ કરી રહ્યાં હતા, આ દરમિયાન 17 વર્ષીય કિશોરી તેમનો પરિચય થયો, અને મોબાઇલથી વાતચીત થવા લાગી. આ બધાની વચ્ચે પહેલીવાર 19 ડિસેમ્બર, 2021 એ માસુખે કિશોરીને મળવા બોલાવી, કિશોરી તેને મળવા માટે ગઇ તો માસુખ તેને પોતાની સાથે બાયપાસ રૉડ પર જુના પેટ્રૉલ પંપની પાસે લઇ ગયો, અહીં પહેલા તેને સાથે પહેલાથી મોન્ટી, સૈફ અને મતલૂક હાજર હતા, પેટ્રૉલ પંપની ખુલ્લી ઓફિસમાં લઇ જઇને ત્રણેય છોકરાએ શારીરિક સંબંધ બાંધ્યા હવે આમાં આરોપીએ આ કૃત્યનો વીડિયો પણ ઉતારી દીધો.
અનેકવાર થયો રેપ-
પીડિતા અનુસાર, જાન્યુઆરી, 2022માં જયંત નામના યુકવને તેને ફોન કરીને મળવાનુ કહ્યું અને ના જવા પર વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, આના પર કિશોરી ડરી ગઇ અને મળવા માટે ગઇ હતી. ત્યાં જયંતે પણ શિવ પાર્કમાં તેની સાથે જબરદસ્તી રેપ કર્યો, વળી, 1લી ફેબ્રુઆરી, 2022એ મતલુકે ફોન કરીને તેને બર્થડે પાર્ટીમાં બોલાવી. અહીં જવા પર છટૂના રૂમમાં લઇ જઇ માસૂખ, સૈફ અને મોન્ટી અને છોટૂ ઉર્ફે અસરફે પણ તેની સાથે જબરદસ્તી રેપ કર્યો.
આ ધારા અંતર્ગત કેસ નોંધાયો -
આ પછી ઘરે જતી વખતે પણ વિનીત અને મહેન્દ્ર નામના બે યુવકો આવ્યા અને પછી છોટૂના રૂમાં લઇ જઇને બળાત્કાર કર્યો, આ બધાની વચ્ચે કિશોરીએ આપવીતી પોતાની મોટી બહેનને બતાવી. મોટી બહેને યુવકોને ધમકાવ્યા અને મોબાઇલ ફોન પણ બ્લૉક કરી દીધો.
જોકે, આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પીડિતા 8 મહિનાની ગર્ભવીતી થઇ ગઇ અને જ્યારે તેની મોટી બહેને કિશોરીમાં પરિવર્તન જોયુ તો મામલાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી. આના પર આજાક પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 376, (2એન), 376 (2જી), 506 તથા એટ્રૉસિટી એક્ટ કેસ નોંધી પાંચ છોકરાઓને પકડી લેવામાં આવ્યા છે, જોકે, ત્રણની શોધખોળ ચાલી રહી છે.