શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સીઆરપીએફ જવાને સાથી જવાનો પર ગોળીબાર કર્યો હતો. જેમાં ત્રણ જવાનોનું મોત થયું હતું. એક અધિકારીના જણાવ્યા મુજબ ઉધમપુરની બટ્ટલ બલિયાન વિસ્તારમાં 187મી બટાલિયન શિબિરમાં આ ઘટના રાતે લગભગ 10 વાગે બની હતી. કોન્સ્ટેબલ અજિત કુમારે તેની સર્વિસ રાઇફલમાંથી ત્રણ સાથીઓ પર ગોળી ચલાવી હતી.

અધિકારી જણાવ્યું કે, ગોળીબારમાં સીઆરપીએફના ત્રણ જવાનોનું મોત થયું હતું. જે બાદ કુમારે ખુદને ગોળી મારી હતી અને તેન સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેની હાલત ગંભીર છે. કુમાર ઉત્તરપ્રદેશના કાનપુરનો રહેવાસી છે.

મૃતકોની ઓળખ રાજસ્થાનના રહેવાસી હેડ કોન્સ્ટેબલ પોકરમાલ આર, દિલ્હીના યોગેન્દ્ર શર્મા અને હરિયાણાના ઉમેદ સિંહ તરીકે થઈ છે. જવાનો વચ્ચે વિવાદ થયા બાદ ફાયરિંગ કર્યું હોવાનું કહેવાય છે. ઘટના બાદ સીઆરપીએફ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.


ભાજપ સાંસદે લક્ઝુરિયસ કાર પર લગાવ્યું ચોકીદારનું બેનર, મોદીને ગણાવ્યા સરદારના અવતાર


Video: હોળી રમતા પહેલા આ જરૂર જાણો, રંગોથી થઈ શકે છે આ નુકસાન