શ્રીનગરમાં ફરી કર્ફ્યૂ, ફરી હિંસા બાદ મોબાઈલ-ઈંટરનેટ સેવા બંધ
abpasmita.in | 05 Aug 2016 07:49 AM (IST)

શ્રીનગર: શુક્રવારે જમ્મુ-કશ્મીરમાં અલગતાવાદીઓએ હઝરતબાલની દરગાહ પાસે વિરોધ પ્રદર્શન કરવાના એલાન બાદ કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ ઈંટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સીઆરપીસીની ધારા 144 હેઠળ શ્રીનગરના આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. કર્ફ્યૂ અનંતનાગ, શોપીયાન, કુલગામ, પુલવામા, કૂપવાડા અને અન્ય જગ્યાઓએ કર્ફ્યૂ છે. કશ્મીરમાં છેલ્લા 28 દિવસથી હિંસા. કર્ફ્યૂ અને અલગતાવાદીઓના વિરોધમાં બંધના એલાનમાં તણાવગ્રસ્ત માહોલમાં છે. ઉલ્લેખનીય છે કે 8 જુલાઈના રોજ હિજબુલ કમાંડરબુરહાન વાનીના એન્કાઉંટરમાં 50 સ્થાનિકો સહિત 52ના મોત થયા છે. જેમાં બે પોલીસ અધિકારીઓનો પણ છે. ઉપરાંત 3500 લોકો ઈજાગ્રસ્ત થયા છે.