નવી દિલ્લી: દેશમાં રેપની ઘટનાઓ વધી રહી છે, જે ચિંતાજનક છે. પણ થોડા દિવસ પહેલા જે જાણવા મળ્યુ તે વધુ ઘૃણાસ્પદ છે.


આગ્રામાં જાહેરમાં રેપના વીડિયો વેચાઈ રહ્યા છે અને પ્રશાસન ચૂપચાપ આ બધુ જોઈ રહ્યું છે. આ ક્લિપિંગ્સનો ધંધો સામાન્ય લાગતી મોબાઈલ શોપની આડમાં ચલી રહ્યો છે. આ દુકાનોમાં રિચાર્જ માત્ર એક બહાનું છે. એબીપી ન્યૂઝે અહીં જઈને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અલગ-અલગ જગ્યાએ થતી રેપની ઘટનાઓની વીડિયો ક્લિપ બનાવવામાં આવે છે અને લોકો તેને જોવા માટે પૈસા ખર્ચવા પણ તૈયાર છે.

દુકાનદાર માત્ર 50 કે 100 રૂપિયા માટે આ રેપના વીડિયો પેન ડ્રાઈવ કે સીધા ફોનમાં ડાઉનલોડ કરી આપે છે. આમ કરવું સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવા છતાં લોકો આ કામ કોઈ ડર વિના કરી રહ્યા છે. જો કે આગ્રા પોલીસે કેટલીક દુકાનો પર રેડ પાડી અને આવી ક્લિપ કબજે કરી છે.

રેપ વીડિયોનું વેચાણ માત્ર આગ્રા પૂરતું સિમિત નથી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે આવા વીડિયો અને ક્લિપિંગ બરેલી, અલીગઢ, કાનપુર, નોઈડા, મુરાદાબાદ, જેવા શહેરોમાં પણ છે.