નવી દિલ્હીઃ દેશની હાલની આર્થિક સ્થિતિને જોતા આરબીઆઈએ ગર્વનર શક્તિકાંત દાસે બેંકોને તૈયાર રહેવા કહ્યું છે. સાર્વજનિક ક્ષેત્રના બેંકોના પ્રમુખ સાથેની વાતચીતમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું કે, હાલની આર્થિકિ પરિસ્થિતિ કેટલાક પડકારો ઉભા કરી શકે છે, માટે બેંકોએ તેનો મજબૂતીથી સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.


રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ગર્વનરે બેંકોને કહ્યું કે, તે ઉભા થવા જઈ રહેલા પડકારોનો સામનો કરવા માટે તૈયાર થઈ જાય. આ મામલે તેમણે ખાસ કરીને દબાવવાળી સંપત્તિોના સમાધાનમાં સંતુલિત રીતે કામ કરવાનું કહ્યું.’આરબીઆઈએ ગવર્નરે આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશનો જીડીપી ગ્રોથ છ મહિનાના નીચલા સ્તરે છે.

સરકારી આંકડા અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 4.5 ટકા પર પહોંચી ગયો છે. તેને ધ્યાનમાં રાખતા રિઝર્વ બેંકે ચાલુ નાણાંકીય વર્ષનો આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને 5 ટકા કર્યો છે. જોકે શક્તિકાંત દાસે એ વાત પર પણ ભાર મુક્યો કે બેન્કિંગ ક્ષેત્રમાં સુધારો થઈ રહ્યો છે અને તે મજબૂત છે.

રેપો રેટમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે તેનો બેન્કો દ્વારા પૂરતો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવ્યો નથી તેમ દાસે કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે RBI એ આ વર્ષ રેપો રેટમાં 1.35 ટકા ઘટાડો કર્યો છે, પરંતુ બેન્કોએ ગ્રાહકોને તેનો લાભ આપ્યો નથી. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP ગ્રોથ છ વર્ષના નીચલા સ્તર પર 4.5 ટકા આવી ગયો છે. RBIએ પણ તેનો વાર્ષિક ગ્રોથનો અંદાજ 6.1 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો હતો. વિકાસ દર જાળવી રાખવા માટે RBI એ સતત 5 વખત રેપો રેટ ઘટાડ્યો છે, સરાકરે પણ કોર્પોરેટ ટેક્સ ઘટાડવા સહિત અનેક નિર્ણય લીધા છે. આ સાથે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવે છે કે આગામી ત્રિમાસિક ગાળામાં તેની અસર જોવા મળશે.