દેશની સેનાની સાયબર સુરક્ષામાં મોટી ખામી થયાના હાલ રિપોર્ટ્સ મળી રહ્યા છે. વોટ્સઅપથી મદદથી સેનાની જાસુસી કરવામાં આવી હોવાની પણ સંભાવના છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ અનુસાર ઈન્ટેલીજન્સ એજન્સીઓના સેન્ય અધિકારીઓ દ્વારા સાયબર સુરક્ષાનું ઉલ્લંઘન થયું છે. આ જાસુસી થવાની ઘટનાના તાર પાડોશી દેશે કરેલી ખુફિયા કામગીરી સાથે જોડાયેલા હોવાની પણ સંભાવના છે. સાયબર સુરક્ષાના ઉલ્લંઘનના મુદ્દે મીડિયાના સવાલના જવાબમાં રક્ષા સુત્રોએ કહ્યું છે કે, સૈન્ય અને ઈન્ટેલીજન્સના કેટલાક અધિકારીઓ દ્વારા આ સાયબર સુરક્ષાનું ઉલ્લંઘન થયું હોવાની શક્યતા છે. કેટલાક વોટ્સઅપ ગ્રુપ ઉપર આ ઉલ્લંઘનની સુચના અપાઈ હતી.
વોટ્સઅપ પર સાયબર સુરક્ષાનું ઉલ્લંઘનઃ
વોટ્સઅપ પર સાયબર સુરક્ષાનું ઉલ્લંઘનને લઈને દેશના ઘણા સૈન્ય અધિકારીઓ શંકાના ઘેરામાં આવ્યા છે. આ અધિકારીઓ સામે કાર્યવાહીના પ્રશ્ન પર સુત્રોએ જણાવ્યું છે કે, આ મામલા પર તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. સૈન્ય અધિકારીઓ સાથે જોડાયેલા કેસમાં ખુબ જ કડકાઈ પૂર્વક તપાસ થતી હોય છે કારણ કે, સૈન્ય અધિકારીઓ ગોપનીયતા અધિનયમને આધિન હોય છે. સૂત્રોએ જણાવ્યું છે કે, હાલ ચાલી રહેલી તપાસમાં ગુનેગાર સાબિત થનાર બધા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રક્ષા સૂત્રોએ જણાવ્યા પ્રમાણે સૈન્ય અધિકારીઓને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે નિયમો અને આચાર સંહિતાનું પાલન કરવાનો આદેશ અપાયેલ હોય છે જેથી આ અધિકારીઓ કોઈ દેશના ષડયંત્રનો શિકાર ના બની શકે.
શંકાના ઘેરામાં કેટલાક સૈન્ય અધિકારીઓઃ
હાલ આ સમગ્ર મામલો સરકારી ગોપનીયતા કાયદા હેઠળ આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલના દિવસોમાં સંદિગ્ધ પાકિસ્તાની અને ચીની ખુફિયા સાગરીતોએ ભારતીય સેના અને તેની ગતિવિધિઓની સંવેદનશીલ જાણકારી મેળવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સૈન્ય કર્મચારી સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આ ખુફિયા સાગરીતોનો પ્રયત્ન નિષ્ફળ નિવડે છે પરંતુ કેટલાક સૈન્ય કર્મચારીઓ તેમની જાળમાં ફસાઈ ગયા છે અને કેટલીક જાણકારી મેળવવામાં ખુફિયા સાગરીતો સફળ થયા છે.