જબલપુર પોલીસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની મિમિક્રી (નકલ) કરનાર શખ્સની ધરપકડ કરી છે. મિમિક્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. મામલો જબલપુરમાં ઓમતી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ઓમતી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એસપીએસ બઘેલે કહ્યું કે, "અમારી સામે એક વીડિયો આવ્યો છે જેમાં છોટી ઓમતીનો રહેવાસી આદિલ અલી પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નકલ કરી રહ્યો છે. અને તે નકલ અશોભનિય હતી, અમે જાતે જ આ બાબતની નોંધ લીધી હતી અને યુવક વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી છે."
શું હતો મામલોઃ
રિપોર્ટ અનુસાર, તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં કેટલાક છોકરાઓ બેઠા હતા. તેમાંથી એક યુવકએ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નકલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયન નકલ કરતા આ યુવકનો વીડિયો તેની સાથે બેઠેલા એક મિત્રએ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. આ વીડિયો તરત જ વાયરલ થઈ ગયો હતો. આ પછી, વીડિયો સામે આવતાની સાથે જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને મામલાની જાતે જ સંજ્ઞાન લીધું હતું. પોલીસે આ યુવકની ધરપકડ પણ કરી હતી.
એક મિત્રએ વીડિયો વાયરલ કર્યો હતોઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાનો વીડિયો યુવકના મિત્રએ બનાવ્યો હતો. વીડિયોમાં બધા મિત્રો સાથે હતા તેમાંથી આદિલ નામના છોકરાની ઓળખ થઈ અને તેની ધરપકડ કરવામાં આવી છે.