કોલકાતાઃ એમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજ્યમાં વાવાઝોડાથી 72 લોકોના મોત થયા હોવાનું જણાવી રાજ્યના મુખ્યંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદીને એમ્ફાનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા વિનંતી કરી હતી.


મમતા બેનર્જીએ કહ્યું, પશ્ચિમ બંગાળ સરકાર વોવાઝોડાના કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2.5 લાખ રૂપિયાનું વળતર આપશે. પ્રધાનમંત્રી મોદીએ આજે કહ્યું કે, એમ્ફાનથી પ્રભાવિતોને પૂરી મદદ કરવામાં આવશે અને કોઈ કસર નહીં છોડવામાં આવે. મમતાએ કહ્યું સ્થિતિમાં સુધારો થયા બાદ હું પણ હવાઈ નિરીક્ષણ કરીશ.


મમતાએ કહ્યું, આજે અમારી આવક શૂન્ય છે અને પડકારોનો સામનો કરવો પડશે. બંગાળમાં વાવાઝોડાથી કોલકાતામાં 15, હાવડામાં 7, નોર્થ પરગનામાં 24, ઈસ્ટ મિદનાપુરમાં 6, સાઉથ પરગનામાં 18, નાદિયામાં 6 અને હુગલીમાં 2 લોકોના મોત થયા છે. મમતા બેનર્જીએ કહ્યું, આ ખૂબ ભયાનક હતું. અનેક લોકોએ પહેલા આવું ક્યારેય નહીં જોયુ હોય.