નવી દિલ્હીઃ ભારતીય અને ચીની સેના વચ્ચે લદ્દાખ બોર્ડર પર બે અઠવાડિયા પહેલા થયેલી તીખી ઝપાઝપી બાદ સીમા પર તણાવ વધી ગયો છે. તણાવને ધ્યાનમાં રાખીને બન્ને દેશોએ લદ્દાખમાં ગલવાન ઘાટી અને પાંયોંગ ત્સો ઝીલની આસપાસના વિસ્તારોમાં વધારાના સૈનિકોની તેનાતી કરી દીધી છે.
સૈન્ય સુત્રોએ બુધવારે આ વાતની માહિતી આપી, અને બતાવ્યુ કે, ભારતના ઉચ્ચ અધિકારી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વળી અમેરિકાએ કહ્યું કે, ચીની સૈનિકોનો આક્રમક વ્યવહાર ચીન દ્વારા ખતરાની યાદ અપાવે છે.
અમેરિકન વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોની નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું કે તેમને લાગે છે કે સીમા પર તણાવ એક ચેતાવણી છે કે ચીની આક્રમકતા હંમેશા માત્ર નિવેદનબાજી નથી હોતી. ભલે દક્ષિણ ચીન સાગર હોય કે ભારત સાથે લાગેલી સીમા હોય. અમે ચીનના ઉકસાવનારા અને પરેશાન કરનારા વ્યવહારને જોઇ રહ્યાં છીએ.
સુત્રોએ કહ્યું કે ચીની સૈનિકોએ પાંયોંગ ઝીલની આસપાસના વિસ્તારોમાં પોતાની હાજરી વધારી દીધી છે, અને તળાવામં વધારાની નાવો પણ લઇને આવ્યા છે. સુત્રોઅ જણાવ્યુ કે બન્ને પક્ષોએ ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડી જેવા સ્થળો પર વધારાના સૈનિક તૈનાત કર્યા છે. ગાલવાનની આસપાસના વિસ્તારો છેલ્લા છ દાયકાથી બન્ને દેશોની વચ્ચે વિવાદનુ કેન્દ્ર બન્યા છે.
સુત્રોએ કહ્યું ચીની પક્ષે ગલવાન ઘાટીમાં મોટી સંખ્યામાં ટેન્ટ લગાવી દીધા છે. આ પછી ભારતે પણ વિસ્તારમાં ચોક્સી રાખવાનુ શરૂ કરી દીધુ, ભારતે પણ વધારાના સૈનિક ત્યાં મોકલી દીધા છે. સુત્રોએ જણાવ્યુ કે, ચીની પક્ષે ગલવાન નદીની આસપાસ એક મહત્વપૂર્ણ રસ્તાંના નિર્માણ પર આપત્તિ દર્શાવી છે. પાંચમી મેએ લગભગ 250 ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે લોખંડના સળીયા અને ડંડાઓ સાથે ઝપાઝપી થઇ હતી, આમાં બન્ને બાજુના સૈનિકો ઘાયલ થયા હતા.
લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો, બન્ને દેશોએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 May 2020 02:13 PM (IST)
સૈન્ય સુત્રોએ બુધવારે આ વાતની માહિતી આપી, અને બતાવ્યુ કે, ભારતના ઉચ્ચ અધિકારી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વળી અમેરિકાએ કહ્યું કે, ચીની સૈનિકોનો આક્રમક વ્યવહાર ચીન દ્વારા ખતરાની યાદ અપાવે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -