નવી દિલ્હી: ભારતીય રેલવે એક જૂનથી વધારાની 200 ટ્રેન ચલાવવા જઈ રહ્યું છે. આ 200 ટ્રેન નોન એસી હશે. રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું છે કે ભારતીય રેલવે એક જૂનથી ટાઇમ ટેબલ પ્રમાણે પ્રતિદિવસ 200 નોન એસી ટ્રેન ચલાવશે. જેનું ઓનલાઇન બુકિંગ વહેલી તકે શરૂ કરવામાં આવશે. આ ટ્રેનમાં એક પણ એસી કોચ નહીં હોય મોટા ભાગના કોચ જનરલ અને સ્લીપર કોચ હશે.


રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે શ્રમિકો માટે મોટી રાહત, આજના દિવસે લગભગ 200 સ્પેશ્યલ ટ્રેન ચાલી શકશે અને આગળ ચાલીને આ સંખ્યામાં ઘણો વધારો થશે.



રેલવે તરફથી બહાર પાડવામાં આવેલ પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું ચે કે, ભારતીય રેલવે દ્વારા નિરંતર શ્રમિકો ટ્રેનો ચાલી રહી છે. અત્યાર સુધી કુલ 1600 ટ્રેનોના માધ્યમથી લગભગ 21.5 લાખ શ્રમિકોને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા છે. શ્રમિકોને મોટી રાહત આપાત ભારતીય રેલવે આજના દિવસે 200 શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા જઈ રહી છે.