સુપર સાઈક્લોન એમ્ફાન બુધવારે પશ્ચિમ બંગાળની ધરતી પર ટકરાઈ શકે છે. બંગાળમાં આજે જોરદાર પવન સાથે વરસાદ શરુ થઈ ગયો છે.
ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રએ સોમવારે નુકશાનને લઇને મોટી આગાહી કરી હતી. એમ મહાપાત્રાએ કહ્યું કે, ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાન પ્રચંડ તાકાત સાથે ત્રાટકશે, અને દેશમાં મોટા પાયે નુકશાન પહોંચાડી શકે છે. તેમને બ્રિફીંગમાં કહ્યું કે ચક્રવાત મોટા વાવાઝોડામાં ફેરવાઇ ગયુ છે, અને 20 મેએ પશ્ચિમ બંગાળની દ્રીઘા દ્વીપ અને બાંગ્લાદેશના હતિયા દ્વીપસમૂહની વચ્ચે ટકરાઇ શકે છે.
એમ્ફાન વાવાઝોડાની સામે લડવા માટે તૈયારી અને રણનીતિ પર ચર્ચા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ હાઈલેવલ મીટિંગમાં ગૃહ મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મુખ્ય અધિકારી પણ સામેલ હતા. બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહે પણ ભાગ લીધો.