કોલકત્તાઃ બંગાળની ખાડીમાં વાવાઝોડું રવિવારે એક ચક્રવાતમાં પરિવર્તિત થયુ છે. આ વાવાઝોડાની ઝડપ 75 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે 'અસાની' નામનું વાવાઝોડું આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. જો કે, દરિયાકાંઠાના વિસ્તારને અથડાયા વિના વાવાઝોડું આગામી સપ્તાહ સુધીમાં નબળું પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડાની અસરને કારણે ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે મંગળવારથી ભારે પવન અને વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન 'અસાની' સર્જાયુ
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને આગામી 24 કલાક દરમિયાન પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે તોફાન 10 મેની સાંજ સુધીમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય અને બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ કિનારે પહોંચવાની સંભાવના છે.
કયા રાજ્યોને અસર થશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું સોમવારે બંગાળની ખાડીમાં 60 knots (111 kmph)ની ઝડપે આગળ વધવાની ધારણા છે. ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા સાથે મંગળવારથી ગંભીર ચક્રવાતી તોફાન ધીમે ધીમે નબળું પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓ અને પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સહિત રાજ્યના દક્ષિણ ભાગમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના કહેવા પ્રમાણે, વાવાઝોડાનું નામ 'અસાની' રાખવામાં આવ્યું છે, જે 'ક્રોધ' માટે સિંહલી ભાષાનો શબ્દ છે. માછીમારોને 10 મેથી આગામી સૂચના સુધી સમુદ્ર અને પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાનું મોટું નિવેદન, દેશમાં 2025 સુધીમાં જ દૂર થશે TB
કોંગ્રેસ પાર્ટીની બેઠકમાં પહોંચેલા રાહુલ ગાંધીએ નેતાઓને પૂછ્યું, ‘મારે બોલવાનું શું છે?’, જુઓ વિડીયો
SURAT : કુમાર કાનાણીનો ટ્રાફિક પોલીસ પર મોટો આરોપ, કહ્યું 4000ના દંડનો ભય બતાવી 1000 રૂપિયા પડાવે છે
કોરોનાથી થયેલા મોતના આંકડાઓ અંગેના WHOના રિપોર્ટ પર મનસુખ માંડવિયાનું મોટું નિવેદન, જાણો શું કહ્યું