ભુવનેશ્વર: ભારે વરસાદ અને 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ચાલતી પ્રચંડ હવા સાથે ચક્રવાત ફોની એ ગઈકાલે ઓડિશાના કિનારાના વિસ્તારો પર દસ્તક આપી હતી. જેમાં આઠ જેટલા લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. વાવાઝોડાના કારણે ઓડિશામાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે દરિયા કિનારાના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.


ફોની વાવાઝોડાએ સવારે આઠ વાગ્યાની આસ પાસ પૂરમાં દસ્તક આપી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પૂર જિલ્લામાં ત્રણ લોકો અને ભૂવનેશ્વર અને નજીકના વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયાના સમાચાર છે. રસ્તાઓ પર વૃક્ષો પડતા અનેક ઘર પણ ધરાશાયી થયા છે. નોંધનીય છે કે આ ચક્રાવતનું નામ બાંગ્લાદેશમાં ‘ફોની’ તરીકે ઉચ્ચારણ કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે ‘સાપનો ફેણ’.


હવામાન વિભાગ અનુસાર, ફોની વાવાઝોડું પશ્ચિમ બંગાળના ખડગપુર વિસ્તારોને પાર કરીને ઉત્તર-પૂર્વ દિશામાં 90 કિમી/કલાકની ઝડપે આગળ વધ્યું છે. કોલકત્તા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ છે. હવે વાવાઝોડું બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. ફાનીને બાંગ્લાદેશનું સૌથી ભીષણ ચક્રવાત ગણવામાં આવે છે. આ દરમિયાન માછીમારોને સમુદ્રથી દૂર રહેવાની સલાહ આપી છે.


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સ્થિતિની સમીક્ષા કરી છે. તેઓએ કહ્યું કે પૂરી જિલ્લામાં ભારે નુકશાન થયું છે. જ્યાં ચક્રવાતે સૌથી પહેલા દસ્તક આપી હતી. તેઓએ કહ્યું કે અનેક વિસ્તારોમાં વીજળી કનેક્શન કપાઈ ગયું છે. મોબાઈલ ટાવર્સ પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જેના માટે એન્જીનિયર અને ટેકનીશિયન યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે.

ફોની વાવાઝોડાની ગુજરાતમાં અસર, કચ્છમાં કરા સાથે વરસાદ, જુઓ વીડિયો