નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વાવાઝોડા ફોનીથી થયેલા નુકસાન અંગે ચર્ચા કરવા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ મમતા બેનર્જી તરફથી કોઇ જવાબ ન આવતા વાત થઈ શકી નહોતી. સરકારના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે, વડાપ્રધાને આ પછી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠી સાથે વાત કરી હતી.

અધિકારીએ કહ્યું, વડાપ્રધાનના સ્ટાફે બે વખત મોદીની વાતચીત મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કરાવવાની કોશિશ કરી. બને વખત સ્ટાફે કહ્યું કે મુખ્યમંત્રી તરફથી ફોન કરવામાં આવશે. એક વખત તેમને કહેવામાં આવ્યું કે મુખ્યમંત્રી યાત્રા પર છે.

ફોનીથી ઓડિશામાં 12 જેટલા લોકોના મોત થયા છે. શનિવારે રાજ્યના આશરે 10,000 ગામડા અને શહેરોમાં યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.


BJP મહિલા નેતાએ TMC કાર્યકર્તાઓને આપી ખતરનાક ધમકી, યુપીથી લોકોને બોલાવી કૂતરાના મોતે મારીશ