Cyclone Montha Update: બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા વધુ ઊંડું થઈ ગયું છે અને ધીમે ધીમે પૂર્વ કિનારા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણપશ્ચિમ અને સંલગ્ન પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું ચક્રવાતી વાવાઝોડું 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્યતા છે.

Continues below advertisement

Continues below advertisement

હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે 28 ઓક્ટોબરની રાત્રે એક ચક્રવાતી વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠેથી પસાર થવાની ધારણા છે, જેની પવનની ગતિ 100 કિમી/કલાક સુધી પહોંચશે. IMD અનુસાર, ચક્રવાત મોંથા 27 થી 30 ઓક્ટોબર દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની ધારણા છે. ચક્રવાત વધુ તીવ્ર બનવાની શક્યતાને કારણે ભારતીય સેના હાઈ એલર્ટ પર છે.

તોફાન હવે ક્યાં છે?

ચેન્નઈથી 600 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં

કાકિનાડા (આંધ્રપ્રદેશ) થી 680 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં

વિશાખાપટ્ટનમથી 710 કિમી દૂર

પોર્ટ બ્લેરથી 790 કિમી પશ્ચિમમાં

ગોપાલપુર (ઓડિશા) થી 850 કિમી દક્ષિણમાં

 

વાવાઝોડાની અસર ક્યાં થશે?

આંધ્રપ્રદેશ: કાકીનાડા, વિશાખાપટ્ટનમ, મછલીપટ્ટનમ

ઓડિશા: ગોપાલપુર નજીક અસર

તમિલનાડુ: ચેન્નઈથી દૂર, પરંતુ સતર્ક રહો

તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને ઓડિશા દરિયાકાંઠા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. IMD એ આજે ​​કોઝીકોડ, કન્નુર અને કાસરગોડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અલપ્પુઝા, એર્નાકુલમ, ઇડુક્કી, ત્રિશૂર, પલક્કડ, મલપ્પુરમ અને વાયનાડ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને 29 ઓક્ટોબર સુધી દક્ષિણપશ્ચિમ અને મધ્ય બંગાળની ખાડી, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી અને ઓડિશાના દરિયાકાંઠે ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઓડિશામાં તોફાનની ચેતવણી, 128 ટીમો તૈનાત

હવામાન વિભાગે(IMD) ચેતવણી આપી છે કે તે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. ઓડિશા સરકારે રવિવારે સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. આઠ જિલ્લાઓમાં 128 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. IMD અનુસાર, આ સિસ્ટમ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં છે અને આગામી 12 કલાકમાં દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ ફરી જશે અને 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાશે.

આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે મછલીપટ્ટનમ અને કાલિંગપટ્ટનમ વચ્ચે કાકિનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અથડાશે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 90-100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. વાવાઝોડું આંધ્રપ્રદેશમાં ત્રાટકશે, પરંતુ ઓડિશાના 15 જિલ્લાઓ તેનાથી પ્રભાવિત થશે. આઠ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે. મલકાંગિરી, કોરાપુટ, નબરંગપુર, રાયગઢા, ગજપતિ, ગંજામ, કંધમાલ અને કાલાહાંડીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. 30 ઓક્ટોબર સુધી તમામ સરકારી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ રહેશે.