મુંબઇઃ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહેલા નિસર્ગ વાવાઝોડાએ ગંભીર રૂપ ધારણ કરી લીધુ છે. આજે આ મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. તબાહીને ધ્યાનમાં રાખીને મુંબઇ અને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. વાવાઝોડા પહેલા આની અસરથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાનો શરૂ થઇ ગયો છે.


વાવાઝોડાની ભયંકરતાને જોતા હવામાન વિભાગના ડીજીએમ, મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે, બપોરે 1 થી 4 વાગ્યા સુધી અલીબાગની એકદમ નજીક હરિહરેશ્વર અને દમનની વચ્ચે વાવાઝોડુ નિસર્ગ મહારાષ્ટ્રના કાંઠાને પાર કરશે. એટલે કે આગામી 7 કલાક મહારાષ્ટ્ર અને ગુજરાત માટે ભારે રહી શકે છે. કાંઠો પાર કરતી વખતે મુંબઇ, થાણે અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાઓમાં 100 થી 120 કિલીમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાશે.

વાવાઝાડા નિસર્ગ સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. આ ઉપરાંત દમણ અને દીવની સાથે દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફૂલ પટેલ સાથે પણ ચર્ચા કરી છે. આ રાજ્યોના પ્રમુખો સાથેની વાતચીત દરમિયાન દરેક જાતની સંભવ મદદ કરવાનુ કહ્યું છે.



મહારાષ્ટ્રના એનડીઆર કમાન્ડેન્ટ અનૂપ શ્રીવાસ્તવે કહ્યું કે, મહારાષ્ટ્રના જુદાજુદા સ્થળો પરથી અત્યાર સુધી લગભગ 40000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી ચૂક્યા છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.



મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એનડીઆરએફની 16 ટીમોમાંથી 10ને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ કે મુંબઇના અતિરિક્ત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરી જિલ્લામાં ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર ઉત્તર મહારાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે.



ઉલ્લેખનીય છે કે બે સપ્તાહની અંદર દેશમાં આ બીજુ મોટુ વાવાઝોડુ ત્રાટક્યુ છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મહારાષ્ટ્રમાં 100 વર્ષ બાદ કોઇ મોટા વાવાઝોડાએ એન્ટ્રી કરી છે.