Cyclone Nisarga: મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યો, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી

ઉલ્લેખનીય છે કે બે સપ્તાહની અંદર દેશમાં આ બીજુ મોટુ વાવાઝોડુ ત્રાટક્યુ છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મહારાષ્ટ્રમાં 100 વર્ષ બાદ કોઇ મોટા વાવાઝોડાએ એન્ટ્રી કરી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Jun 2020 07:48 PM
વાવાઝોડુ આજે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં ટકરાયું હતું. અલીબાગમાં વાવઝોડું ટકરાયું હતું. 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ફૂંકાતા પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

નિસર્ગ વાવાઝોડાનો ખતર મુંબઈ પરથી ટળી ગયો છે. મુંબઈ એરપોર્ટ પર હવે શરુ કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાના કારણે મુંબઇ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે, એરપોર્ટ પર એક કાર્ગો પ્લેનના લપસી પડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આઈએમડીના મહાનિદેશકે જણાવ્યું કે, નિસર્ગની તીવ્રતામાં ઘટાડો આવ્યો છે હવે તે મુંબઈથી 80 કિમી દૂર પૂણેના કિનારાના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈ, રાયગડમાં ભારે પવન ફૂંકાયો હતો જેના બાદ થોડુંક નુકસાન થયું છે પરંતુ આશંકા કરતા ઓછું નુકસાન થયું છે.

ચક્રવાત વાવાઝોડુ નિસર્ગ હવે નબળુ પડ્યું છે અને તેની ગતિમાં ઘટાડો આવ્યો છે. મુંબઈમાં વરસાદ પણ બંધ થયો છે. એરપોર્ટ 6 વાગ્યાથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે, અને દક્ષિણ મુંબઇના વિસ્તારો જેવા કે નરીમાન પૉઇન્ટ પર પણ ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ચૂક્યો છે, સાથે વરસાદ પણ ચાલુ છે. માલાબાર હિલ વિસ્તારમાંથી એક ભયાનક તસવીર સામે આવી છે. અહીં ઘરની છત પરનો ઉપરનો ભાગ આખો ભારે પવનથી ઉડી ગયો છે. બીએમસીએને માહિતી મળી છે કે શહેરમાં ઠેર ઠેર મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે, અને એનડીઆરએફની ટીમો સહિત અન્ય રાહત તથા બચાવની ટીમો તેમને રસ્તાં પરથી હટાવવાની કામે લાગી છે.
ચક્રવાતી વાવઝોડી નિસર્ગ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પરથી પસાર થઇ ચૂક્યુ છે, અને હવે ઉત્તર મહારાષ્ટ્ર તથા ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. હવામાન વિભાગ અનુસાર આ માહિતી આપવામાં આવી છે. આની સાથે રિપોર્ટ છે કે આ સમયે વાવાઝોડાની તીવ્રતા પણ ઓછી થઇ ગઇ છે. જોકે વાવાઝોડાની અસરથી હજુ પણ મુંબઇ, રત્નાગિરી, રાયગઢ અને નવી મુંબઇમાં જબરદસ્ત ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, સાથે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે.
બીએમસીએ દરિયાકિનારા અને ભૂસ્ખલનના કારણે સંવેદનશીલ સ્થળોની નજીકના વિસ્તારોમાંથી 10840 લોકોને નગર નિગમની 35 સ્કૂલોમાં સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે, જ્યાં દરેકની અસ્થાઇ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમને ભોજન અને પાણી ત્યાં મળી રહેશે. બીએમસીને શહેરમાં 35 વૃક્ષો ધરાશાયી થવાની ફરિયાદો પણ મળી છે.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ચક્રવાતી વાવાઝોડા નિસર્ગને ધ્યાનમા રાખીને દરિયાકિનારાની નજીક રહી રહેલા 40000 થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવ્યા છે. બૃહદ મુંબઇ મહાનગર પાલિકાએ જણાવ્યુ કે નિસર્ગ વાવાઝોડુ જતુ રહેશે ત્યારે આ દરેકના સ્વાસ્થ્ય તપાસ કરીને બાદમાં તેમને ઘરે મોકલી દેવામાં આવશે.
મુંબઇ ઉપરાંત રત્નાગિરી, રાયગઢમાં ભારે વરસાદ ચાલુ થઇ ગયો છે, અને સાથે ગુજરાતના દ્વારકામાં પણ વાવાઝોડાની અસર દેખાવવા લાગી છે. અહીં દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠવા લાગી છે. વાવાઝોડાથી નિપટવા માટે મહારાષ્ટ્રમાં એનડીઆરએફની 20 ટીમો અને ગુજરાતમાં 16 ટીમોને તૈનાત કરવામાં આવી છે. આમાંથી 8 ટીમો તો મુંબઇમાં જ તૈનાત કરાઇ છે.

નિસર્ગ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં બેબાજુનો માર પડ્યો છે. પહેલાથી મહામારી સામે ઝઝૂમી રહેલા મહારાષ્ટ્રના માથે બીજી મોટી આફત આવી ચઢી છે. રાયગઢ, રત્નાગિરી અને મુંબઇમાં નિસર્ગ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી રહ્યો છે, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, અને રસ્તાંઓ પર અવરજવરને રોકી દેવામાં આવી છે. 120 કિમીની ઝડપથી વાવાઝોડુ ટકરાયુ અને મુંબઇ તરફ આગળ વધી ગયુ છે.

ભયંકર વાવાઝોડા નિર્સગના કારણે મુંબઇના પંખીધરોના દરેક માંસાહારી જાનવરોને વરસાદ અને ભારે પવનથી બચાવવા માટે સુરક્ષિત સ્થળો પર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. શહેરના વીરમાતા જીજાબાઇ ઉદ્યાનમાં ખરાબ હવામાનના કારણે કેટલાય ઝોડો ધરાશાયી થયા છે, આ પંખીઘર 50 એકર જમીનમાં ફેલાયેલુ છે. કોઇપણ જાતની દૂર્ઘટના સામે અહીં પંખીઘરમાં આપાતકાલ દળ તૈનાત છે, જેમાં પશુ રાખનારાઓ, માળી, ઝાડ કાપનારાઓનને તૈનાત કરાયા છે.

વાવાઝોડાના કારણે હાલ મુંબઇ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે, એરપોર્ટ પર એક કાર્ગો પ્લેનના લપસી પડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજે 7 વાગ્યા સુધી એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે.
મહારાષ્ટ્રમાં અલીબાગમાં નિસર્ગ વાવાઝોડુ ટકરાઇ ચૂક્યુ છે, અને આ ચક્રવાતી વાવાઝોડાના કારણે મુંબઇમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવવાનો શરૂ થઇ ગયો છે. મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ કલાક ભારે બતાવવામાં આવી રહ્યા છે. અહીં 120 કિમીની સ્પીડથી પવન ફૂંકાઇ રહ્યો છે.

મુંબઇના ચર્ચગેટ વિસ્તારમા લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાઇ છે, ઠેર ઠેર ઝાડ પડી જવાથી રસ્તાંઓ બંધ થઇ ગયા છે, જેસીબી અને કટર મશીનો દ્વારા ઝાડોને હટાવવાની કોશિશો ચાલુ છે. નિસર્ગની સૌથી વધુ અસર રત્નાગિરી અને અલીબાગમાં દેખાઇ રહી છે.
મુંબઇના બ્રેબોન સ્ટેડિયમ વિસ્તારમાં કેટલાક ઝાડ ઉખડી ગયા છે, વળી, નરીમાન પૉઇન્ટ પર પણ ભારે પવન સાથે વરસાદે તબાહી મચાવી છે. બ્રાન્દ્રા-વર્લી સી લિંક પર હાલ અવરજવર બંધ કરી દેવાઇ છે.
ગુજરાતના દ્વારકામાં પણ વાવાઝોડાની અસર દેખાઇ રહી છે. સમુદ્રમાં ઉંચી ઉંચી લહેરો ઉઠવા લાગી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંથી કાંઠા વિસ્તારને ગઇકાલે જ ખાલી કરાવી દીધો હતો.

મહારાષ્ટ્ર સરકારે 35 સ્કૂલોમાં લોકોને રહેવાની વ્યવસ્થા કરી છે, આલોકો દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આવેલા છે. જેને સુરક્ષાના કારણોસર અહીં શિફ્ટ કરવામાં આવ્યા છે. એનડીઆરએફ સહિતની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મૉડમાં છે. હેલિકૉપ્ટર સર્વિસ પણ તૈયાર કરવામાં આવી છે. મુંબઇમાં કેટલીય જગ્યાએ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગ દ્વાર 129 વર્ષ બાદ આટલુ ભયાનક વાવાઝોડુ મહારાષ્ટ્રમાં આવ્યુ છે, આ વાવાઝોડુ લગભગ 3 કલાક સુધી મહારાષ્ટ્રમાં રહેશે. ભારે પવનના કારણે ઝાડો 45 ડિગ્રી સુધી નીચે ઝૂકી ગયા છે. હાલ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મૉડમાં છે.

ચક્રવાતી વાવાઝોડુ નિસર્ગ મહારાષ્ટ્રમાં ટકરાઇ ગયુ છે, મુંબઇ બાંદ્રા-વર્લી સી લિંક વાળા વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. હાલ સી લિંક પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. કેટલીય જગ્યાએ ઝાડો ઉખડી પડ્યા છે. કેટલાક મકાનોના છાપરા ઉડી ગયા છે. અહીં હાલ 100થી 110 કિમીની ઝડપથી પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ વાવાઝોડાની અસર 3 કલાક સુધી મહારાષ્ટ્રમાં રહેશે.
મહારાષ્ટ્રમાં ટકરાયુ તોફાની વાવાઝોડુ નિર્સગ, નિર્સગના ટકરાવવાની સાથે જ દરિયામાં મોટી ઉંચી ઉંચી લહેરો જોવા મળી હતી.
મહારાષ્ટ્રમાં ટકરાયુ તોફાની વાવાઝોડુ નિર્સગ, નિર્સગના ટકરાવવાની સાથે જ દરિયામાં મોટી ઉંચી ઉંચી લહેરો જોવા મળી હતી.
ભારતીય હવામાન વિભાગના મુંબઇ વિસ્તારના ઉપમહાનિર્દેસકે જણાવ્યુ કે ચક્રવાત અલીબાગના દક્ષિણની પાસેથી 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે, આ દરમિયાન ત્યાં 120 કિમીની સ્પીડથી પવન ફૂંકાઇ રહ્યો છે.
મહારાષ્ટ્રના પાલઘર કાંઠાની પાસે ડહાળ, પાલઘર, વસઇ અને તલાસરી તાલુકામાં કાચા મકાનમાં રહેનારા 15000થી વધુ લોકોને બુધવારે સવાર સુધી સુરક્ષિત જગ્યા પર પહોંચાડી દેવામાં આવ્યા છે. એનડીઆરએફએ એ વાતની જાણકારી આપી છે.

ચક્રવાતી વાવાઝોડા નિસર્ગની ભયાનકતાને ધ્યાનમા રાખીને રાયગઢના અલીબાગમાં તમામ ગતિવિધિઓ અટકાવી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ કે તમામ માછલી પકનારી નાવડીઓને પાછી બોલાવી લેવામાં આવી છે. પાલઘરથી માછલી પકડવા માટે ઓછામાં ઓછી 577 નૌકા સુમદ્રમાં ગઇ હતી.
થોડીવારમાં અલીબાગમાં ટકરાશે વાવાઝોડુ, મહારાષ્ટ્ર-ગુજરાત માટે આગામી 7 કલાક ભારે
મહારાષ્ટ્રના એનડીઆર કમાન્ડેન્ટ અનૂપ શ્રીવાસ્તવે કહ્યું કે, મહારાષ્ટ્રના જુદાજુદા સ્થળો પરથી અત્યાર સુધી લગભગ 40000 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી ચૂક્યા છે. વાવાઝોડાના કારણે દરિયાકાંઠે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે, એનડીઆરએફની 16 ટીમોમાંથી 10ને રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ કે મુંબઇના અતિરિક્ત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુગિરી જિલ્લામાં ચેતાવણી જાહેર કરી દેવામાં આવી છે. આ વાવાઝોડાની અસર ઉત્તર મહારાષ્ટ્રથી લઇને દક્ષિણ ગુજરાત સુધી જોવા મળશે.
વાવાઝોડાની ભયંકરતાને જોતા હવામાન વિભાગના ડીજીએમ, મૃત્યુંજય મહાપાત્રે કહ્યું કે, બપોરે 1 થી 4 વાગ્યા સુધી અલીબાગની એકદમ નજીક હરિહરેશ્વર અને દમનની વચ્ચે વાવાઝોડુ નિસર્ગ મહારાષ્ટ્રના કાંઠાને પાર કરશે. એટલે કે આગામી 7 કલાક મહારાષ્ટ્ર અને ગુજરાત માટે ભારે રહી શકે છે. કાંઠો પાર કરતી વખતે મુંબઇ, થાણે અને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાઓમાં 100 થી 120 કિલીમીટર પ્રતિ કલાકની સ્પીડથી પવન ફૂંકાશે.

વાવાઝાડા નિસર્ગ સંબંધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી છે. આ ઉપરાંત દમણ અને દીવની સાથે દાદરાનગર હવેલીના એડમિનિસ્ટ્રેટર પ્રફૂલ પટેલ સાથે પણ ચર્ચા કરી છે. આ રાજ્યોના પ્રમુખો સાથેની વાતચીત દરમિયાન દરેક જાતની સંભવ મદદ કરવાનુ કહ્યું છે.
મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહેલા નિસર્ગ વાવાઝોડાએ ગંભીર રૂપ ધારણ કરી લીધુ છે. આજે આ મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. તબાહીને ધ્યાનમાં રાખીને મુંબઇ અને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. વાવાઝોડા પહેલા આની અસરથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાનો શરૂ થઇ ગયો છે.

બ્રેકગ્રાઉન્ડ

મુંબઇઃ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહેલા નિસર્ગ વાવાઝોડાએ ગંભીર રૂપ ધારણ કરી લીધુ છે. આજે આ મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. તબાહીને ધ્યાનમાં રાખીને મુંબઇ અને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. વાવાઝોડા પહેલા આની અસરથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાનો શરૂ થઇ ગયો છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.