બંગાળની ખાડીમાં સર્જાયેલા નિવાર તોફાનની લેન્ડફોલ પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે. આગામી 3 કલાકમાં તોફાનનું કેન્દ્ર પુડુચેરી નજીકથી પસાર થશે. અહીંથી પસાર થતી વખતે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


તોફાનની અસરથી કુડ્ડલોર અને પુડુચેરીમાં સતત ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તોફાનના કારણે કુડ્ડલોર, પુડુચેરી સહિત અનેક જિલ્લાઓમાં છેલ્લા 17 કલાકથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે સવારે 8.30 વાગ્યાથી રાતે 10.30 વાગ્યા સુધી કુડ્ડાલોરમાં સૌથી વધુ 227 એમએમ વરસાદ થયો.

પુડુચેરીમાં 187 એમએમ, ચેન્નઈમાં 89 એમએમ, કરાઈકલમાં 84 એમએમ અને નાગાપટ્ટનમમાં 62 એમએમ વરસાદ પડ્યો હતો. 3 વાગ્યા પછી તોફાનની તીવ્રતામાં ઘટાડો આવશે. રાહત અને બચાવ કાર્ય માટે INS જ્યોતિ પહેલેથી જ તમિલનાડુ પહોંચી ગયું છે અને INS સુમિત્ર વિશાખાપટ્ટનમથી રવાના થઈ ગયું છે.