Cyclone Nivar ના સંભવિત લૈંડફોલ પહેલા પુડુચેરીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
માનવામાં આવે છે કે નિવાર વાવાઝોડું સમય સાથે વિકરાળ થઈ રહ્યું છે. તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને પોંડ્ડુચેરીમાં લગભગ 1200 એનડીઆરએફના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. અન્ય 800 રાહતકર્મીઓને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાનનું કહેવું છે કે દક્ષિણ તટીય વિસ્તાર તરફ આગળ રહેલા આ ગંભીર વાવાઝોડાનો સામનો કરવા માટે તૈયાર છીએ. એનડીઆરએફના પ્રમુખ એસએન પ્રધાને કહ્યું હતું કે તમિલનાડુથી 30 હજાર અને પોંડ્ડુચેરથી 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિય સરકારો મળીને કામ કરી રહી છે અને થનાર નુકસાનને ઓછું કરવા માટેનો પ્રયત્ન ચાલું છે.