આ બંને અમેરિકી ડ્રોનને ભારત-ચીન વિવાદને જોતા રક્ષા મંત્રાલય તરફથી આપાત ખરીદી મુજબ મંજૂરી આપવામાં આવી અને નૌસેનામાં સામેલ કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોથી હવાલાથી એએનઆઈએ જણાવ્યું કે ડ્રોન નવેમ્બરના બીજી સપ્તાહમાં ભારત આવ્યા છે અને તેને 21 નવેમ્બરે ભારતીય નૌસેનાના આઈએનએસ રજાલી બેસ પર ફ્લાઈંગ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે ડ્રોન્સે પહેલા જ ફ્લાઈંગ ઓપરેશન શરૂ કર્યું છે અને આ સામુદ્રિક શક્તિ માટે ખૂબ જ સફળ થશે. એએનઆઈના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે કંપની તરફથી અમેરિકન ક્રૂ પણ આવ્યા છે જે મશીનને ઓપરેટ કરવામાં નૌસેનાની મદદ કરશે.
આ સાથે જ સેનાની ત્રણેય પાંખમાં અમેરિકા પાસેથી આવા 18 ડ્રોન ખરીદવાની તૈયારી ચાલી રહી છે. પૂર્વી લદ્દાખમાં ચીની ઘુસણખોરી વિરૂદ્ધ ભારત અને અમેરિકા નજીકથી કામ કરી રહ્યા છે.