મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, અમારી પાસે કોવિડ સંક્રમિત દર્દીઓ માટે 15000 બેડ અને આઈસીયૂ માટે 2000 બેડ છે. મહારાષ્ટ્રની 67 લેબોરેટરીમાં દરરોજ લગભગ 15000 કોરોના ટેસ્ટ કરી રહ્યા છીએ. મહારાષ્ટ્રમાં મૃત્યુદર ઘટીને 3.2 ટકા થઈ ગયો છે.
દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,01139 પર પહોંચી છે. જેમાંથી 58,802 એક્ટિવ છે. 39,173 લોકો સારવાર લઈ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 3163 લોકોના મોત થયા છે.