મંગળવાર સવારે 9 વાગ્યે આ ભીડ એકઠી થઈ હતી અને 12 વાગ્યા વચ્ચે બજારોની સંખ્યામાં મજૂરોરસ્તા પર જમા થઈ ગયા હતા. ભીડ એટલી મોટી સંખ્યામાં હતી કે સોશિયલ ડિસ્ટન્સિંગના ઘજાગરા થયા અને પોલીસે ભીડને રોકવા બળ પ્રયોગ પણ કર્યો હતો.
આ મામલે વેસ્ટર્ન રેલવેએ નિવેદન આપ્યું કે બાંદ્રા ટર્મિનલથી બિહારના પૂર્ણિયા માટે એક વિશેષ શ્રમિક ટ્રેન ચલાવવામાં આવી હતી અને રાજ્ય સરકાર દ્વારા નોંધણી કરેલી મુસાફરો ને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ ઘણા લોકો જેમણે રજીસ્ટ્રેન નહોતું કરાવ્યું અને પોલીસ વિભાગ તરફથી તેમને બોલાવવામાં આવ્યા ન હતા છતા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે મુસાફરોનું નામ નોંધાયેલું હતું તેમની તપાસ કરી તેને ટ્રેનમાં બેસવા દેવામાં આવ્યા છે અને ટ્રેનને બ્રાંદ્રા સ્ટેશનનથી બપોરે 12 વાગ્યે રવાના કરાઈ જેમાં આશરે 1700 મજૂર અને તેમના પરિવારના સભ્યો સામેલ હતા.