નવી દિલ્હીઃ દેશમાં ખાડીમાંથી ઉદભવેલુ એમ્ફાન વાવાઝોડુ ગમે ત્યારે વિનાશ નોંતરી શકે છે, ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક એમ મહાપાત્રએ સોમવારે નુકશાનને લઇને મોટી આગાહી કરી છે,
એમ મહાપાત્રાએ કહ્યું કે, ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાન પ્રચંડ તાકાત સાથે ત્રાટકશે, અને દેશમાં મોટા પાયે નુકશાન પહોંચાડી શકે છે. તેમને બ્રિફીંગમાં કહ્યું કે ચક્રવાત મોટા વાવાઝોડામાં ફેરવાઇ ગયુ છે, અને 20 મેએ પશ્ચિમ બંગાળની દ્રીઘા દ્વીપ અને બાંગ્લાદેશના હતિયા દ્વીપસમૂહની વચ્ચે ટકરાઇ શકે છે.
મહાપાત્રએ કહ્યું કે, તે સમય દરમિયાન ભારે પવન ફૂંકાઇ શકે છે, જે 165થી 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોઇ શકે છે, અને તે 195 કિલોમીટર કલાકની ઝડપ સુધી પહેંચશે. આ પ્રચંડ વાવાઝોડુ 20 મેની બપોર કે તે પછી સાંજ સુધીમાં ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉત્તર -ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધીને અને દ્રીઘા (પશ્ચિમ બંગાળ) તથા હતિયા (બાંગ્લાદેશ) દ્વીપસમૂહોની વચ્ચે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ તટીય વિસ્તારોને પાર કરવાની મોટી સંભાવના છે.
તેમને વધુમાં કહ્યું કે આ એમ્ફાન વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં આજે અને કાલે ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં પૂર્વી મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગના, હાવડા, હુગલી અને કોલકત્તા છે.
'એમ્ફાન' વાવાઝોડુ પ્રચંડ જોરથી દેશમાં ત્રાટકશે, હવામાન વિભાગે કરી નુકશાનની મોટી આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 10:38 AM (IST)
એમ મહાપાત્રાએ કહ્યું કે, ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાન પ્રચંડ તાકાત સાથે ત્રાટકશે, ચક્રવાત મોટા વાવાઝોડામાં ફેરવાઇ ગયુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -