જોધપુરઃ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં થયેલા રોડ અકસ્માતમાં જેસલમેરના જાણીત ડાન્સર હરીશ સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. જિલ્લાના કાપરડા ગામ નજીક રવિવારે સવારે આ રોડ અકસ્માત થયો હતો. ડાન્સર હરીશ જેસલમેરના હતા અને ડાન્સર ક્વીન તરીકે જાણીતા હતા.
હરીશે બોલિવુડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે અને ઘણા કલાકારો સાથે કામ કર્યું હતું. હરીશે એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સાથે પણ ડાન્સ કર્યો હતો અને તેની વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પણ હરીશે ડાન્સ કર્યો હતો,
હરીશ પોતાની ટીમ સાથે જેસલમેરથી જયપુર જઈ રહ્યાં હતા ત્યારે કાપરડા નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી. ફુલ સ્પીડથી આવી રહેલાં બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થતાં કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાર લોકો તેની અંદર જ ફસાય ગયા હતા.
અકસ્માતના પગલે ભેગાં થયેલાં આજુબાજુના લોકોએ તેમને બહાર કાઢ્યા હતા ત્યાં સુધીમાં ચાર લોકોના મોત થયા હતા. મૃતકમાં હરીશ ઉપરાંત જેસલમેર નિવાસી લતીફ ખાન, રવીન્દ્ર અને ભીખે ખાન સામેલ છે. આ ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઘાયલોને સારવાર માટે જોધપુર લાવવામાં આવ્યા છે.
મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં ડાન્સ કરનાર આ ‘ડાન્સર ક્વીન’નો એક્સિડન્ટે લીધો ભોગ, જાણો વિગત
abpasmita.in
Updated at:
02 Jun 2019 12:30 PM (IST)
હરીશે એશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા સાથે પણ ડાન્સ કર્યો હતો અને તેની વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. મુકેશ અંબાણીના પુત્રના લગ્નમાં પણ હરીશે ડાન્સ કર્યો હતો
- - - - - - - - - Advertisement - - - - - - - - -