પટણા: ભાજપા સાંસદ કીર્તિ આઝાદની પત્ની પૂનમ ઝા આઝાદ હવે ભાજપા વિરોધના ઝંડા ઉઠાવીને આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહી છે. તે 13 નવેમ્બરે આપની સભ્યતા લેશે. કીર્તિ આઝાદ બિહારના દરભંગાથી ભાજપાના સાંસદ છે. જો કે તે પાર્ટીમાંથી હાંકી કાઢેલ છે.
પૂનમ આઝાદ ભાજપાના રાષ્ટ્રીય કાર્યસમિતિની ત્રણ વખત સભ્ય રહી છે. હાલના દિવસોમાં પાર્ટીએ તેમને હાશિયામાં ધકેલી દેતા તેઓ નારાજ દેખાઈ રહ્યા હતા. પૂનમના પતિ કીર્તિ આઝાદને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કીર્તિએ ગત દિવસોમાં ડીડીસીએમાં નાંણા અનિયમિતતાને લઈને નાણા મંત્રી અને ભાજપા નેતા અરૂણ જેટલી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેના પછીથી તેઓ પાર્ટીમાં હાશિયામાં ધકેલાઈ ગયા હતા.