India's Biggest Data Theft: 66.9 કરોડ લોકો.... કોઇની પાન કાર્ડ ડિટેલ્સ, તો કોઇની નેટફ્લિક્સ એકાઉન્ટની જાણકારી... કોઇના પેટીએમ નંબરની ઇન્ફૉર્મેશન તો કોઇનો પર્સનલ ડેટા... કદાચ આ અત્યાર સુધી ભારતમાં થયેલી સૌથી મોટી ડેટા ચોરી છે. ખરેખરમાં, તેલંગાણાના હૈદરાબાદની સાયબરબાદ પોલીસે ડેટા ચોરીના મામલામાં એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે તેની પાસેથી મળેલા મોબાઇલ અને લેપટૉપની તપાસ કરવામાં આવી તો તેમાં કરોડો લોકોના પર્સનલ ડેટાનો ભંડાર હતો.
પોલીસે આ વ્યક્તિની 31 માર્ચે લગભગ 700 મિલિયન લોકો અને કંપનીઓના ડેટાની ચોરી કરવા અને તેના વેચાણ કરવા બદલ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી રિકવર કરાયેલો ડેટા 24 રાજ્યો અને 8 મેટ્રો શહેરોના લોકો સાથે સંબંધિત હતો. દિલ્હીથી લઈને ગુજરાત સુધી આ સાયબર ચોરની પાસે, ક્રેડિટ કાર્ડથી લઈને લોકોની માર્કશીટ સુધીનો ડેટા હતો. આ તમામ ડેટા એક વેબસાઈટ પર ઓનલાઈન વેચાઈ રહ્યો હતો. જાણો આ સૌથી મોટો ડેટા ચોરીના કૌભાંડનો પર્દાફાશ વિશે.....
હરિયાણાથી ચાલી રહ્યું હતું નેટવર્ક -
પોલીસના જણાવ્યા અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીનું નામ વિનય ભારદ્વાજ છે, જે હરિયાણાના ફરીદાબાદથી InspireWebz નામની વેબસાઈટ દ્વારા લોકોનો ડેટાને ઓનલાઈન વેચતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી બાયજૂસ અને વેદાંતુ જેવી ઓનલાઈન એજ્યૂકેશન અને ટેક્નોલૉજી સંસ્થાઓનો ડેટા મેળવ્યો છે. સાથે જ આ વ્યક્તિ પાસેથી 24 રાજ્યોના GST અને RTOનો ડેટા પણ મળી આવ્યા છે.
સૌથી મોટા ડેટા ચોરીને કેટલીક ખાસ વાતો -
પોલીસે આરોપી પાસેથી રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, સરકારી કર્મચારીઓ, પાનકાર્ડ ધારકો, વરિષ્ઠ નાગરિકો અને ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ વિશેના ડેટા મળ્યા છે. તેની પાસે દિલ્હીના વીજ ગ્રાહકો, ડી-મેટ એકાઉન્ટ, કેટલાય લોકોના મોબાઈલ નંબર, NEET વિદ્યાર્થીઓનો ડેટા, દેશના કેટલાય અમીર લોકો સાથે જોડાયેલી ગોપનીય ડેટા, વીમા ધારકોની ડિટેલ્સ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સહિત કેટલાય ડેટા મળી આવ્યા છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ ખરીદદારોને ક્લાઉડ ડ્રાઇવ લિંકમાં ડેટાબેઝ વેચ્યો હતો. પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ અને બે લેપટોપ જપ્ત કર્યા છે, જેમાં સરકારી, ખાનગી કંપનીઓ અને લોકો સાથે સંબંધિત 135 કેટેગરીના ગોપનીય અને ખાનગી ડેટા મળી આવ્યા છે.
કયા રાજ્યના કેટલા લોકોનો ડેટા ચોરી થયો ?
આ સૌથી મોટી ડેટા ચોરીમાં રાજ્યવાર આંકડાઓની વાત કરીએ તો આરોપી પાસેથી ઉત્તરપ્રદેશના 21.39 કરોડ લોકોનો ડેટા રિકવર કરવામાં આવ્યા છે. આ પછી મધ્યપ્રદેશના 4.50 કરોડ, દિલ્હીના 2.70 કરોડ, આંધ્રપ્રદેશના 2.10 કરોડ, રાજસ્થાનના 2 કરોડ અને જમ્મુ-કાશ્મીરના 2 કરોડ લોકોના ડેટા ચોરાયા છે.
આ લિસ્ટમાં કેરળમાં 1.57 કરોડ, પંજાબમાં 1.5 કરોડ, બિહારમાં 1 કરોડ અને હરિયાણામાં 1 કરોડ લોકોનો ડેટા સામેલ છે. ડેટાના આ ખજાનામાં મ્યૂચ્યૂઅલ ફંડથી લઈને સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ સુધીના તમામ ડેટાની ચોરી થઇ હતી. આરોપી પાસેથી Amazon, Netflix, YouTube, Paytm, PhonePe, Big Basket, BookMyShow જેવી કંપનીઓનો ડેટા રિકવર કરવામાં આવ્યા છે.