Brahmos Missile Deployment: ચીન અને પાકિસ્તાનના સંભવિત ખતરાને ટાળવા ભારત સામરીક દ્રષ્ટિએ મહત્વનો નિર્ણય લીધો છે. ભારત દુનિયાની સૌથી શક્તિશાળી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોશને દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરશે. ભૂતપૂર્વ નેવી ચીફ વાઈસ એડમિરલ સતીશ એન ઘોરમોડેએ આ માહિતી આપી હતી.



તપૂર્વ નેવી ચીફ વાઈસ એડમિરલ સતીશ એન ઘોરમોડેએ કહ્યું હતું કે, ભારતીય નૌકાદળ તાજેતરમાં મંજૂર કરાયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી સજ્જ મોબાઈલ કોસ્ટલ બેટરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરશે. આ બેટરીઓ પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી આવતા જોખમોને બેઅસર કરવા માટે દરિયાઈ વ્યૂહાત્મક સ્થળો પર તૈનાત કરવામાં આવશે.

તાજેતરમાં, સંરક્ષણ મંત્રાલયે મોબાઇલ કોસ્ટલ મિસાઇલ બેટરીને મંજૂરી આપી હતી અને આ સંબંધમાં 30 માર્ચે બ્રહ્મોસ એરોસ્પેસ કોર્પોરેશન સાથે કરાર કરવામાં આવ્યો હતો. તેમની નિવૃત્તિના એક દિવસ બાદ જ ANI સાથેની વાતચીતમાં ઘોરમાડેએ જણાવ્યું હતું કે, અમે પૂર્વ અથવા પશ્ચિમ તરફથી કોઈપણ ખતરા પર દેખરેખ રાખવા અને તેને નિષ્ક્રિય કરવા માટે વ્યૂહાત્મક સ્થળોએ નેક્સ્ટ જનરેશનની મોબાઈલ મિસાઈલ કોસ્ટલ બેટરીને તૈનાત કરી શકીશું.

ડિલિવરી 2027થી થશે શરૂ

બ્રહ્મોસ એરોસ્પેસ 2027થી તેમની ડિલિવરી શરૂ કરશે. આ બેટરીઓ વિશ્વની સૌથી ઝડપી અને ઘાતક સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોથી સજ્જ હશે. તેનાથી ભારતીય નૌકાદળને બહુ-દિશામાં દરિયાઈ હુમલામાં મદદ મળશે. એટલે કે, નેવી એક સાથે પાણી, જમીન અને હવા ત્રણેય દિશામાં હુમલો કરી શકશે. તેનાથી નેવીની તાકાતમાં અભુતપૂર્વ સ્તરે વધારો થશે.

બ્રહ્મોસ મિસાઇલ બે વેરિઅન્ટમાં

સરફેસ ટુ સરફેસ બ્રહ્મોસ મિસાઈલો દરિયાકિનારા પર તૈનાત કરવામાં આવશે. તેના બે પ્રકાર છે. પ્રથમ બ્રહ્મોસ બ્લોક-1 અને બીજું બ્રહ્મોસ-એન.જી. એટલે કે, જમીન પર ઉભેલા ટ્રાન્સપોર્ટરને ઇરેક્ટર લોન્ચર (TEL)થી લોંચ કરી શકાશે. તે એક પ્રકારની ટ્રક છે જેમાં (સિલો-ટાવર જેવુ માળખું) બનેલું હોય છે. બ્રહ્મોસ મિસાઈલ તેની અંદરથી બહાર આવે છે. તેને ગમે ત્યાં લઈ જઈ શકાય છે. મિસાઈલની દિશા નક્કી કરી શકાય છે.


Russia : રશિયા શરૂ કરી શકે છે અનોખુ યુદ્ધ, દુનિયામાં કરોડોના મોતની આશંકા!!!


 

વર્તમાન સમયમાં તોપો, ટેન્ક, મિસાઈલ, ફાઈટર પ્લેન, સબમરીન, યુદ્ધ જહાજ વગેરે એ દુશ્મનને ડરાવવા અને પોતાની તાકાત બતાવવાના એકમાત્ર હથિયાર નથી રહી ગયા. અનાજ પણ એક મહાન શસ્ત્ર બની ગયું છે. આજે ભૌગોલિક રાજનીતિનું એક મોટું સાધન ખોરાક છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોસ્કો હવે ઘઉંનો ઉપયોગ હથિયાર તરીકે કરવા જઈ રહ્યું છે, જેની ઝાળ દુનિયા આખી દઝાડશે. રશિયા વિશ્વનો સૌથી મોટો ઘઉંની નિકાસ કરતો દેશ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલાથી જ વૈશ્વિક ખાદ્ય પુરવઠાને અવરોધ ઉભો કરી ચૂક્યું છે. ગત વર્ષમાં ખાદ્યપદાર્થોના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને હવે રશિયા જે રીતે ઘઉંની નિકાસ પર સરકારી નિયંત્રણો વધારી રહ્યું છે તેનાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

રશિયા માત્ર સરકારી કંપનીઓ અથવા તેની સ્થાનિક કંપનીઓને ઘઉંની નિકાસમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે જેથી તે નિકાસનો વધુ અસરકારક રીતે હથિયાર તરીકે ઉપયોગ કરી શકે. દરમિયાન, બે મોટા આંતરરાષ્ટ્રીય વેપારીઓ રશિયામાં નિકાસ માટે ઘઉં ખરીદવાનું બંધ કરવા જઈ રહ્યા છે, ત્યાર બાદ વૈશ્વિક ખાદ્ય પુરવઠા પર રશિયાની પકડ વધુ મજબૂત બનશે.