નવી દિલ્હીઃ સંપતિને લગતા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચૂકાદો આપ્યો છે, વારસાગત સંપતિમાં વહેંચણીને લઇને સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ફેંસલો આપ્યો છે, સુપ્રીમ કોર્ટે વારસાગત સંપતિમાં દીકરીઓને બરાબરની ભાગીદાર માની છે. જસ્ટીસ અરુણ મિશ્રની બેન્ચે ફેંસલો સંભળાવતા એક ખાસ ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે દીકરીઓ હંમેશા દીકરી રહે છે, દીકરા તો ફક્ત લગ્ન સુધી જ દીકરા રહે છે.

કોર્ટે પોતાના ફેંસલામાં કહ્યું કે, આ ઉત્તરાધિકારી કાયદો 2005માં સંશોધનની વ્યાખ્યા છે. આ સંશોધન પહેલા પણ કાયદો કહેતો હતો કે જો કોઇ દીકરીના પિતાનુ મૃત્યુ થઇ ગયુ છે, ત્યારે પણ સંપતિમાં તેને દીકરાના બરાબરનો ભાગ જ મળશે.



ઉલ્લેખનીય છે કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે જો 2005 પહેલા કોઇ દીકરી કે મહિલાના પિતાનુ મૃત્યુ થઇ ગયુ હોય, તો આવી સ્થિતિમાં શું થશે. સુપ્રીમ કોર્ટે આજના ફેંસલાથી તે વિવાદને ખતમ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધુ છે કે આનો વિવાહ સાથે કંઇપણ લેવાદેવા નથી.