નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના આ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ ખોટી જાણકારીઓ અને ફેક ન્યૂઝના સામનો કરવો એક પડકાર સમાન છે. કોરોનાકાળ દરમિયાન ટ્વિટર, વ્હોટ્સએપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેક ન્યૂઝ વ્યાપક રીતે શેર કરવામાં આવે છે. આ જ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બોઈલર ચિકનમાં કોરોના વાયરસનો ચેપ જોવા મળ્યો છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલ આ દાવની એક કોપી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઇન્ડિયાના ફેક્ટ ચેક હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, બોઈલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યો છે. હું આપ બધાને વિનંતી કરું છું કે તમે બોયલર ચિકન ન ખાવ અને આ વાતને બધી જગ્યાએ શેર કરો.


પીઆઈબી ફેક્ચ ચેક(PIB Fact Check)એ આ દાવાને ફગાવી દેતા આ મેસેજને ફેક ગણાવ્યો છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર, બોઈલર ચિકનમાં કોરોના વાયરસ મળી આવ્યાની કોઈ જાણકારી નથી. માટે આ અહેવા ખોટા છે.