નવી દિલ્હીઃ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારે કહ્યુ હતું કે, તે દિવસો દૂર નથી જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)ભારતનો હિસ્સો હશે. સિંહે કહ્યું કે, કલમ 370ની જોગવાઇઓને ખત્મ કરવાનો નિર્ણય જમ્મુ કાશ્મીરની એ સ્થિતિને ફરીથી કરવા માટે  લેવામાં આવ્યો હતો જેવું તેના અંતિમ શાસક મહારાજા હરિસિંહે સોંપ્યુ હતું. પાંચ ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ રાજ્યનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો હતો અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું હતું. જમ્મુ કાશ્મીર અને લદાખ 31 ઓક્ટોબરથી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અસ્તિત્વમાં આવશે.

તેઓ મહારાજા હરિસિંહની જયંતિના અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં કહ્યું કે, કલમ 370 ખત્મ થવાથી જમ્મુ કાશ્મીરના સામાન્ય લોકોને લાભ થશે અને તેમનું શોષણ બંધ થશે. તે દિવસો દૂર નથી જ્યારે પીઓકે ભારતનો હિસ્સો હશે. સિંહે કહ્યુ કે, જે દિવસે રાજ્યનો વિશેષ દરજ્જો ખત્મ કરી દીધો તે દિવસ રાજ્યની કાયાકલ્પનો હતો. આ દિવસ કેટલાક લોકોની લાંબી અને નિસ્વાર્થ યાત્રાના કારણે આવ્યો છે જેમણે આ દિશામાં ખૂબ પ્રયાસ કર્યા છે. આખો દેશ મોદી સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યો છે. નિર્ણય બાદ કોઇ કરફ્યું કે હિંસાની ઘટના બની નથી. કાશ્મીર ઘાટીના સામાન્ય લોકો સરકારના આ નિર્ણયથી ખુશ છે.