બુરાડીમાં આ સ્પા સેન્ટર વિશે માહિતી મળ્યા બાદ સ્વાતી માલીવાલે ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં ડીસીડબ્લ્યૂ ટીમ અને પોલીસ સાથે સ્વાતી સ્પા સેન્ટર ખાતે પહોંચી ગયા હતા. અહીં પોલીસ અને ડીસીડબ્લ્યૂનો એક અધિકારી ગ્રાહક બનીને સ્પા સેન્ટરમાં દાખલ થયો હતો. અંદર દેહવેપાર ચાલતો હોવાની ખરાઈ થયા બાદ દરોડાં કરવામાં આવ્યા હતાં.
દરોડા દરમિયાન માલુમ પડ્યું કે સ્પા સેન્ટરે પોતાની વેબસાઇટ બનાવી હતી. વેબસાઈટમાં યુવતીની તસવીરોની સાથે સાથે તેમની સાથે સમય વિતાવવાના અલગ અલગ રેટ પણ લખ્યાં હતાં. આ ઉપરાંત અશ્લીલ વાતો પણ લખવામાં આવી હતી. આ ઉપરાંત સ્પા સેન્ટરમાં આવતા ગ્રાહકોને એક મેનુ કાર્ડ પણ આપવામાં આવતું હતું, જેમાં વિકલ્પોની પસંદગી બાદ તે પ્રમાણે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. રેટ કાર્ડની સેવાઓ અંગે વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવતી હતી.
સ્પા સેન્ટરમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી કોઈને પણ ન લાગે તે માટે તમામ પ્રવૃત્તિઓ અંડરગ્રાઉન્ડ ચલાવવામાં આવતી હતી. જેમાં જવા માટેનો દરવાજો એક બટનથી ખુલતો હતો. સ્વાતીના કહેવા પ્રમાણે આ સ્પા સેન્ટરને એક ઘરમાં જ ચલાવવામાં આવતું હતું. આ મામલે તેમને ફરિયાદ મળી હતી, જે બાદમાં આ કાર્યવાહી કરવામાં આવતી હતી.
ભોયરામાં બનાવવામાં આવેલા રૂમમાં તપાસ દરમિયાન ત્રણ ગ્રાહકો અને ચાર છોકરીઓ મળી આવી હતી. તમામ લોકો વાંધાજનક સ્થિતિમાં પકડાયા હતા. આ દરમિયાન મોટા પ્રમાણમાં કોન્ડોમ અને બીજી વસ્તુઓ પણ મળી આવી હતી. પોલીસે કાર્યવાહી કરતા ત્રણ ગ્રાહક, ચાર છોકરી અને સ્પા સેન્ટરના મેનેજરની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરી હતી.
138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ, 175 ગામને કરાયા એલર્ટ
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે કરી સોમનાથ મહાદેવની પૂજા, જુઓ તસવીરો
હવામાન વિભાગે કરી મોટી આગાહી, ગુજરાત સહિત આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, જાણો વિગત