ચેન્નઈ: કર્ણાટકના યાદગીર તાલુકાના એક ગામમાં ગુરુવારે ખૂબ જ વિચીત્ર ઘટના બની છે. ગામમાં કથિત રીતે નાગ સાથે પકાવેલો નાસ્તો ખાવાથી 56 વિદ્યાર્થીઓ બીમાર પડી ગયા છે.
સવારે નાસ્તામાં ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વાસણમાં મૃત સાપ મળી આવ્યો હતો. ધોરણ 8 અને 9ના તમામ બાળકો હોસ્પિટલમાં દાખલ છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના યાદગીર તાલુકાના અબ્બેટમકુર ગામના વિશ્વરાધ્યા વિદ્યાવર્ઘના આવાસીય વિદ્યાલયમાં બની છે. નાસ્તો કરનારા તમામ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા છે. જ્યારે નાસ્તો આપવામાં આવ્યો હતો ત્યારે વાસણમાંથી સાપ મળી આવ્યો હતો. આ ઘટના બાદ હોસ્ટેલમાં ડરનો માહોલ છે.
વિદ્યાર્થીઓને પહેલા મંડલ પ્રાથમિક સ્વાસ્થ્ય કેંદ્ર લઈ જવામાં આવ્યા હતા બાદમાં જિલ્લા હોસ્પિટલમાં શીફ્ટ કરાયા હતા. યાદગીરના પોલીસ અધિક્ષક ડૉ વેદમૂર્તિએ બીમાર વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.