નવી દિલ્લી: સંસદમાં નોટબંધીને લઈને સતત ચાલી રહેલા હંગામાની વચ્ચે મંગળવારે લોકસભામાં આયકર સંશોધન બિલ પાસ થયું હતું. જો કે વિપક્ષે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. બુધવારે વિપક્ષના હંગામા પછી રાજ્યસભાની કાર્યવાહીને ગુરુવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
વિપક્ષે મંગળવારે આ બિલને 50-50 બ્લેકમની સ્કીમ તરીકે ગણાવી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આયકર સંશોધન બિલ પેટીએમ સ્કિમ એટલે કે ‘પે ટૂ મોદી’ સ્ક્રીમ છે.
વિપક્ષી સાંસદોએ નગરોટા હુમલાના વિરોધમાં લોકસભામાંથી વૉકઆઉટ કર્યો હતો. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સાંસદના નિયમના મતે કોઈનું મૃત્યુ થાય તો તેનો આદર કરવામાં આવે છે પરંતુ આજે શહીદોંને શ્રદ્ધાંજલિ આપી નથી. જેના પછી વિપક્ષે વૉકઆઉટ કર્યો હતો. બીજેપી સાંસદ વેંકૈયા નાયડૂએ કહ્યું કે નગરોટામાં સેના નું કૉમ્બિંગ ઑપરેશન બાકી છે અને તેને પુરી થયા પછી સદનમાં શહીદોને યાદ કરવામાં આવશે.
પીએમ મોદીએ સંસદના નાણામંત્રી અરૂણ જેટલી, વેંકૈયા નાયડૂ અને અનંત કુમાર જેવા શીર્ષ મંત્રીઓની સાથે બેઠક કરી. જો કે પીએમ મોદી લોકસભામાં પહોંચ્યા હતા.