પટણા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૂણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી આજે પટણામાં નોટબંધી વિરુદ્ધ ધારણા કરવા પટણાના ગર્દનીબાગ પહોંચી છે, તેની સાથે મંચ પર રાજદ નેતા પણ હાજર રહ્યા છે. રાજદ તરફથી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પૂર્વે અને રધુવંશ પ્રસાદ સિંહ પણ ધરણામાં હાજર રહ્યા હતા. ધરણામાં સમાજવાદી પાર્ટી અને પપ્પૂ યાદવની જનાધિકાર પાર્ટીના નેતા અને કાર્યકર્તા પણ સાથે રહ્યા હતા.
ધરણાને સંબોધિત કરતા મમતાએ પ્રધાનમંત્રી પર સીધો હુમલો કર્યો હતો. અને કહ્યું કે બિગ બઝારને બિ બૉસ આજે દેશના પ્રધાનમંત્રી બની ગયા છે. આજકાલ બાળકો પેટીએમને પેપીએમના રૂપમાં પરિભાષિત કરવા લાગ્યા છે. 190 વર્ષની લડાઈ પછી ભારત આઝાદ થયું હતું. પીએમ મોદીએ ફરીથી બધાની આઝાદી છીનવી લીધી છે. તેમને કહ્યું કે મોદીએ સૌની રોટી, કપડાં અને મકાન છીનવી લીધા છે. દેશમાં સુપર ઈમરજેંસી લગાવી દીધી છે.
નોટબંધી વિરુદ્ધ બોલતા મમતાએ કહ્યું કે ઘરની મહિલાઓ બચત કરે છે. મોદીએ આ બચતને પણ છીનવી લીધી છે. આ સ્ત્રી શક્તિનું અપમાન છે. મમતા બોલી, રાજનૈતિક પક્ષોનું કામ દેશમાં ચાલી રહેલી સમસ્યાઓને લઈને આંદોલન કરવાનું છે. ભાજપાના લોકો પણ જે મોદી વિરુદ્ધ છે, તે પણ અમારી સાથે છે.